Sunday, 16 April 2017

POTANA

દુઃખ માં તમારી....
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ.....???

મિત્રો 2 પ્રકાર  ના હોય  છે.
       
           1. *બુટ* જેવા  
           2. *સ્લીપર* જેવા 

બુટ જેવા બધી જ ૠતુ માં જોડે હોય ..
                જ્યારે
સ્લીપર જેવા ઉનાળામાં તો સાથ નિભાવે અને,
ચોમાસામાં પાછળ થી  છાંટા પણ ઉડાડે..!

ભાગ્ય માં હશે તો કોઇ લૂંટી નહીં શકે.,
ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે..!

*બાકી એટલું કહીશ.*

*જાય* એટલું જાવા *દો..*

*રહે* એમાં જ *રાજ* કરો..

ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા.,

*જીવો* અને *જલસા* કરો..!!

અમુક પારકાં એવા મળ્યા જે પોતાના
થઇ ગયા..
અને અમુક પોતાના, પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!!


સંબંધ હોય, કે સમસ્યા
       બસ,
       મન મોટું રાખજો..
       બાકી -દુનિયા તો બહુ
       "નાની" જ છે..!

હું નમું છું બધાની સામે કેમ કે,
મારે વટ નહી સંબધ રાખવો છે.!

જેની પ્રીત મળી છે એને
          પામી લેજો
જીંદગી મા થોડું જતું કરીને હસતાં-હારતા
          શીખી લેજો.,
મળશે દુનીયા માં કેટલાય
અપરીચીત લોકો પણ જે
તમારા બની જાય એમને
         સાચવી લેજો..!

થોડોક પ્રેમનોય સ્પર્શ આપી જોજો,
માણસમાં પણ ટચ સ્ક્રીન છે જ..।।

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...