Friday, 14 April 2017

Apnathi nay bane

ભીડ સાથે ચાલવાનું, આપણાથી નહિ બને,
ને બધાં જેવાં થવાનું, આપણાથી નહિ બને.

તું હૃદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું, આપણાથી નહિ બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા માંડ્યો બધી,
પણ તને સમજાવવાનું, આપણાથી નહિ બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી, દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું, આપણાંથી નહિ બને.

આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું, આપણાથી નહિ બને.

મારી રીતે જીવને હું શિવ બનાવું છું પરંતુ,
રોજ પથ્થર પૂજવાનું, આપણાથી નહિ બને.

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...