Showing posts with label LEKH. Show all posts
Showing posts with label LEKH. Show all posts

Saturday, 17 October 2020

તબિયત છે તો બધુ છે

*"તબિયત છે તો બધુ છે"*

*મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી.*

આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું
પણ વ્યસ્તતાને કારણે કદાચ
હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને
જીવ ગુમાવ્યો એમ કહી શકાય...

જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા

જલેબી, સમોસા ફેવરિટ હતા અને
ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે
કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું

જેટલીજીની એવી ઈચ્છા હતી કે...
પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી
પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું.

આ કિસ્સાઓ પર થી
આપણે શું શિખવાનું ?

વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી
પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું

આ બધુ થવાના
મુખ્યત્વે બે કારણ કહી શકાય.

*[ ૧ ] વધુ પડતો શારીરિક આરામ* અને
*[ ૨ ] વધુ પડતો માનસિક થાક.*

બસ આ *બે બાબતો* થી
પોતાની જાતને બચાવી લેજો.

કોઈ પણ માટે ક્યારેય
ભૂખ્યા, તરસ્યા *કામ ના કરતાં..*

*પોતાના બાળકો માટે પણ નહીં.*

કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ
તમે આગળ જતા
બાળકોનું ધ્યાન રાખી શકશો અને
એના માથે *બોજ બનીને નહીં રહો*
(એ નફામાં..)

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને
*ભાગ્યમાં હશે એ મળી જ રહેશે*
એટ્લે *મહેનત જરૂર કરવાની*
પણ *ચિંતા હરગિજ નહીં* કરવાની.

જીવનમાં પદ, પૈસો, બધુજ અગત્યનું છે
પણ એ બધાથી પહેલા તમારું શરીર છે

એને સાચવશો તો
તમારું જીવન સાર્થક જ છે...

શરીરની સાથે સાથે
*મન* પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે
બધા ફસાદનું મૂળ તો
આ *માકડું મન* જ છે ને ?

*મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો*
*શરીર આપમેળે સુડોળ રહેશે જ*
અને
*મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે..*

શરીરનું મૃત્યુ થાય
ત્યારે સૌ રડે છે     પરંતુ
મનનું મૃત્યુ થાય
ત્યારે પોતાને જ રડવું પડે છે.

એના માટે
સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે.

વધુ પડતી અપેક્ષા કે
મોટા સપના ના રાખો
અને જે છે એમાં સંતુષ્ટ રહો તો.

કદાચ તમે આસમાનની ઊંચાઈ
ભલે ના મેળવી શકો પણ
સુખી સંસાર જરૂર મેળવી શકશો.

એક રાજા
પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે
એ જાણવા નીકળ્યો તો એને
એક વૃધ્ધ સૈનિક
ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો
તો એની પાસે જઇને પૂછ્યું કે
ઠંડી લાગે છે ?

તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ
વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી

તો રાજાએ કહ્યું કે કાલે તમારા માટે
ગરમ કપડાં મોકલી આપીશ
જેથી રાહત રહેશે.

રાજા આ વચન આપી ને
ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા.

6 દિવસ પછી પેલો સૈનિક
ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને
રાજાને એક પત્ર લખતો ગયો કે..
વર્ષોથી આ જ કપડાં માં
ફરજ નિભાવતા હતા અને
ઠંડી સહન કરી લેતા હતા પણ
તમે આવીને
ગરમ કપડાંની આશા આપતા ગયા અને
અમારું મન નબળું કરતાં ગયા અને
તમારા એ વાયદા એ
મારો જીવ લઈ લીધો.

જીવનમાં આશા, સપના અને અપેક્ષાનો
ઓવરડોઝ ક્યારેય ના થવા દેવો.

કોઈ પણ વ્યક્તિ કે વિચાર નો
સહારોના રાખવો.

સહારો હંમેશા
માણસને કમજોર જ બનાવે છે.

"ખુદ ગબ્બર " બનીને જીવો.

પોતાની તાકાત, પોતાની સહનશક્તિ,
પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો
તો ક્યારેય માંદગી નહીં આવે.

વર્તમાન આર્થિક તંગીમાં
અકળાઈ જવાને બદલે
આ સમય તમને
ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો.

દરેક પાસે *મોટી અને અમૂલ્ય સંપત્તિ*
જો કોઈ હોય તો એ
*સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે*

આ બંનેની જાળવણી
*તમે ખુદ જ કરી શકો છો...મારાં વ્હાલાં... !*
અન્ય કોઈ ચાહે તો પણ નહીં.

Wednesday, 6 February 2019

તારું ને મારું શુ છે આ જીવન માં?

*તારું ને મારું શુ છે આ જીવન માં?*

```જીવન ના શરૂઆતના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા.
પછી શરુ થઇ નોકરી ની શોધ.
આ નઈ પેલું, પેલું નઈ ઓલું...
આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતાં છોડતાં એક નક્કી કરી.
થોડી સ્થિરતા ની શરૂઆત થઇ.
અને પછી લગ્ન થયા.
જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.

લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, ને રસીલા સપનાંઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા.

હાથો માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું. પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા. અને પછી બાળકના આવવાની આહટ થઇ. હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું.
બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું.
સમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબરજ ન પડી.

અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો, વાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબરજ ન પડી...
બાળક મોટું થતું ગયું,
તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ,

અને હું મારા કામ માં...

ઘર અને ગાડી ની EMI, બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા.
તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને...હું પણ.
જોતા જોતા હું ૪૫ નો થઇ ગયો.
ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી.
અને એ શું છે એ ખબર ન પડી.
એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ ઉદાસ થતો ગયો.
છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો.
ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમર માં પહુંચી ગયા.
એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.

અને સારો સમય જોઈ મેં તેને કીધું...```
*”અરે જરા અહી આવ, મારી પાસે બેસ. ચાલ હાથો માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
```મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું,```
*”કઈ ભાનબાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને વાતો ના વડાં કરવા છે અત્યારે.”*

```આમ કહી સાડી નો પલ્લું જોસથી અંદર કરી રસોડા માં ચાલી ગઈ.
૫૫ ની ઉમર માં પહુંચ્યા પછી વાળ માંથી કાળો રંગ જતો ગયો,
આંખો માં ચશ્માં આવી ગયા.
દીકરો ભણવા વિદેશ જતો રહ્યો.
એક સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઉભો થઇ સારી નોકરીએ લાગી ગયો.
હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા...```
*અમે બન્ને ઘરડા થઇ ગયા હતા.*
```દવાઓ પર જીવન જીવવાનું શરુ થયું, અને ભગવાન ની પ્રાર્થનાઓ માં લાગી ગયા.

બાળકો મોટા થશે તો ખુશી થી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે.

છોકરો ક્યારે પરત ફરશે, હવે એની રાહ જોઇને દિવસો પસાર થતા ગયા.
એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોન ની ઘંટડી વાગી,
તરતજ મેં ફોન ઉપાડ્યો.
દીકરા નો ફોન હતો.```
*તેણે કહ્યું કે એના લગ્ન વિદેશ માં થઇ ગયા છે અને હવે એ પરદેશ માં જ રહશે.*
```અને એમ પણ કીધું કે...```
*બેંક માં જે પૈસા છે, એ તેને નથી જોઇતા માટે તેને વૃદ્ધાશ્રમ માં દાન કરી દો, અને ત્યાજ રહી જાઓ.*
```આટલું કહી ફોન મૂકી દીધો.
હું પાછો સોફા પર આવી બેસ્યો.
આજે ફરીથી મેં પત્ની ને કીધું...```
*“ચાલ આજે હાથ માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
```અને તેને તરત જવાબ આપ્યો...```
*“હા એક મિનીટ આવી.”*
```મને વિશ્વાસ ન થયો, મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા.
અને અચાનક એકદમ થી હું પાછો ઉદાસ થઇ ગયો. તે આવી અને પૂછ્યું...```
*”હા બોલો શું કહેતા હતા તમે?”*
```પણ પછી હું કઈ બોલ્યો નહી બસ મારા વિચારો માં ખોવાઈ ગયો,
અને પત્નીને કશું સમજ પડી નહિ એટલે એ પછી તેના કામ પર લાગી.
પછી થોડી વાર રહી પછી મારી પાસે આવીને બેસી. મારા ઠંડા હાથ ને તેના હાથ માં પકડી કહ્યું...```
*” ચલો ક્યાં ફરવા જવું છે તમને?*
*શું વાતો કરવી છે?”*

```આટલું કહેતા તેની આંખો પણ ભીની થઇ ગઈ!!

બસ હું ત્યારે તેના ખોળા પર માથું રાખી વિચારતો રહ્યો કે...```

*શું આ છે જિંદગી ?*

```બધાય પોતાનું નસીબ સાથે લઈને આવે છે એટલા માટે થોડો સમય પોતાની માટે પણ કાઢો.

જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો...```

*આજથી જ શરુઆત કરો, કારણકે કાલ ક્યારેય નહી આવે અને તમે જીવન ની અમુલ્ય ક્ષણો ખોઈ બેસશો.*

...જીવન મોજથી જીવો...

Sunday, 16 September 2018

હા પણ, આપણાં સમયમાં *મૉબાઇલ* નહોતા. . .!!!

ચશ્મા સાફ કરતાં ....
વૃદ્ધે પત્નીને કહ્યું :

આપણા સમયે *મૉબાઇલ* ન હતા...!!

હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે ...

પાણીનો ગ્લાસ ભરીને આવું ને

તમે આવતા...

હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..

હું આવતો એટલે તું પાણી લઈને આવતી
કે
તું પાણી લઈને આવતી એટલે હું આવતો...??

હા યાદ છે, તમે રિટાયર થયા તે
પહેલાં ડાયાબિટીસ ન હતો
ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી
ત્યારે તમે કહેતા કે....
આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....

અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....

હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...

ખ્યાલ છે..??
તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!!

હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની *લાઇક* સમજતો...!!

અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી,

તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...

હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...

( પાસે જઈ હાથ પકડીને )
હા .. આપણાં સમયમાં *મૉબાઇલ* ન હતા...!!

સાચી વાત છે...
પણ..
*આપણે બે* હતા...!!

હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...

પણ ....

એમને ....

વાત નહિ, *વૉટ્સએપ* થાય છૅ,
એમને હુંફ નહિ, *ટૅગ*થાય છૅ,
સંવાદ નહિ, *કૉમૅન્ટ* થાય છૅ,
લવ નહિ, *લાઇક* થાય છૅ,
મીઠો કજીયો નહિ, *અનફ્રૅન્ડ* થાય છે,
એમને બાળકો નહિ,
પણ *કૅન્ડીક્રશ*, *સાગા*, *ટૅમ્પલ રન* અને *સબવૅ* થાય છે ..

........ છોડ બધી માથાકુટ...

હવે આપણે *વાઇબ્રંન્ટ મોડ* પર છીએ,,,

અને

આપણી *બેટરી* પણ એક કાપો રહી છૅ.......

ક્યાં ચાલી....?
ચા બનાવવા...

અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ...

હા ...

હજું હું *કવરૅજમાં* જ છું,
અને *મેસૅજ* પણ આવે છે...!!

( બન્ને હસી ને...) હા પણ, આપણાં સમયમાં *મૉબાઇલ* નહોતા. . .!!!

Saturday, 25 August 2018

શિક્ષક

🙏🏻વિચાર વિમર્સ 🙏🏻
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે.🙏🏻🙏🏻

Thursday, 23 August 2018

એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.

🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

🕊             એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં. બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા. "લાગે  છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?"  પત્ની બોલી.
🕊        પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું. એક બે દિવસ પછી ફરી એ જ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!" પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ. હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.
🕊          લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈકે ટોક્યા હશે!
🕊           "પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા.""તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું." આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાતપૂરી કરી.

🕊
મોરલ:-
         જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે :
                  ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!.

🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠

Tuesday, 12 June 2018

વિદાય ટાણે...દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા,
          નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે.
  મૂળ એટલે મા અને કુળ એટલે બાપ.
           મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે.
      મમ્મી-પપ્પા,
કાલે હું પરણી ને સાસરે જઈશ....
      આ ઘર માં આજે મારી છેલ્લી રાત.
આજ રાત સુધી જ હું તમારી દીકરી રહીશ, કાલ થી મારા સ્રી ધર્મ માં પરિવર્તન થશે,પુત્રવધુ તરીકે ની મારી સફર શરુ થશે.
       મા, તારા ગર્ભ માં થી સિંચાયેલા મારા દેહ માં રુધિર બની ને નસેનસ માં વ્યાપ્ત તારા ગુણો ને જગત સામે દીપાવવા ની મારી યાત્રા કાલ થી શરુ થશે.
      પિતાજી,તમારા કુળ માં થી મારા માં ઉતરી આવેલી ખાનદાની આગળ ની પેઢી માં સિંચવા નું મારું કાર્ય કાલ થી શરુ થશે.
      મા, મારે તો ફકત તારા જેવા જ થવું છે કારણ કે હું જન્મી ત્યાર થી તારા જેવી જ થવા તો મથું છું.
      પિતાજી, તમે મારા આદર્શ છો, મેં દુનિયા તમારી નજરે જોઈ છે.દરેક પુરુષ ની પહેલી સરખામણી મેં તમારી સાથે તો કરી છે.મારા માથા પર હેતાળ હાથ ફેરવનાર પ્રથમ પુરુષ તમે જ છો.
      કાલે તમે મને ઘર ના ખૂણેખૂણે ગોતશો.
સદેહે તો તમને નહી મળું, પણ આ ધર માં ઠેકઠેકાણે હું સંતાયેલી જોવા મળીશ.
         એ પા પા પગલી માં,
         એ રુપાળી ઢીંગલી માં,
          એ પાટી અને પેન માં ,
          એ મારી નાનકડી બેન માં,
      મારી સાયકલ ની ઉતરેલી ચેન માં,
        નોટબુક ના કાલાઘેલા અક્ષર માં,
    ઘર ઘર રમતાં ખોવાયેલા મારા બચપણ માં,
    બળી ગયેલી રોટલી ના કાળા પડ માં,
    તમારા કપાળ માં ઉપસી આવેલા સળ માં,
            હ્રદય ની ગમગીની માં,
            આંખો ના ખાલીપા માં,
તમારા  આંસુ લૂછવા લંબાયેલા તમારા જ હાથ માં,
     ઘર ના દરવાજે કરેલા કંકુ ના થાપા માં,
          હું ઠેકઠેકાણે વેરાયેલી હોઈશ.
મમ્મી-પપ્પા,
    તમે મને ભૌતિક સ્વરુપે તો ઘણું આપ્યું જ છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વરુપે જે આપ્યું છે એના માટે હું અને મારી આવનારી પેઢી ઓ સદૈવ તમારી ઋણી રહેશે.
    પપ્પા, તમે મારી સહેજ પણ ચિંતા ના કરતા,
       હું તો દીકરી છું, એક ખળખળ વહેતી નદી.
મારો રસ્તો હું કંડારી જ લઈશ.મારો સાગર મને મળી ગયો છે.હું એમાં ભળી જઈશ.
     મારું ભાગ્ય અને તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.
     વિદાય ટાણે,
       હું તો ખૂબ રડીશ પપ્પા.
      એ તો મારો અધિકાર છે.
    કારણ હું નદી હવે પાછી વળવા ની નથી.
મને ખબર છે મમ્મી-પપ્પા
         તમે પણ રડ્યા વગર રહી નહી શકો.
પણ એ રુદન માં ય મારા સુખી થવા ના આશીર્વાદ ઉભરાતા હશે.
     બસ, આજ નો દિવસ અને રાત,
ફકત તમારી દીકરી થઈ ને ભરપૂર જીવી લેવું છે.
કાલ થી મારા સવાયા મા-બાપ ની લાડકવાયી પુત્રવધુ થઈ ને મળીશ.
      હા , હું આવીશ.
                ચોક્કસ આવીશ.
           પિયર તો મારી વડલા વાળી પરબ છે.
જયારે જયારે જીવનપથ માં થાકીશ, વડલા ની નીચે વિસામો ખાવા અને પરબ પર મારી તરસ છીપાવવા માટે જરુર થી આવીશ.
      
        
                                                      લિ.
                                                  એક દિકરી

Saturday, 27 May 2017

DAUGHTER

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે *લૂંટવા માટેના ગામની*તપાસમાં નીકળ્યો છે. _
_રસ્તામાં તરસ
લાગી. ગળું સુકાવા માંડ્યું.
એક બાઈને
કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,
*'બેટા! દીકરી! મને પાણી પાઈશ ?'*

_બાઈ બોલી, 'અરે *બાપુ,* પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'_
_પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
_ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.

બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ *'બાપ'*
અને *'દીકરી'* આ બે શબ્દોએ *તેને ઓગાળી નાખ્યો* તેનાથી રે’વાણું નઈ_
_અને બોલાઈ ગયું, *'દીકરી,* આજ રાતે
હું મારા ભેરુને લઈને આ *ગામ લૂંટવા*આવવાનો છું. _
_તેં મને *'બાપ'* કીધો. હવે તો તું *મારી 'દીકરી'*
છો.
_તારા ઘરની બારે
*ગોખલે બે દીવા મૂકજે.* તારું ઘર કોઈ નઈ લૂંટે.

રાતે ગામના ચોકમાં હાકલ પડી.
_બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા.
_પરંતુ જ્યાં જ્યાં જાય
ત્યાં *ઘરે ઘરે બે દીવા* તેમના જોવામાં આવ્યા.
_મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

*બહારવટિયો *દીકરીના ઘરે ગયો* _
_અને,
_કહ્યું, *'દીકરી* મેં તો તને *તારા ઘરની બાર* બે દીવા મૂકવાનું કીધું'તું.
તેં આ શું કર્યું ?'

*દીકરી બોલી,* *'બાપુ!*, *દીકરીનું સાસરું બાપથી લુટાય ?'*

*'દીકરીનું સાસરું’__* -_આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
_એટલું જ તેનાથી બોલાણું,_
_*'દીકરી! તારા જેવી* *ભગવાને મને એક દીકરીઆપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.*

  *નસીબદાર ને ત્યાં દિકરી હૉય,

Thursday, 13 April 2017

M O T H E R"

:):)
મારી દીકરી પ્રશંસા ૬-૭ વર્ષની હતી...
ત્યારે એક દિવસ પ્રશંસાએ મને પૂછેલું કે, "મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?
મેં કહ્યું બેટા, "M O T H E R"
પછી એ બોલી, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ?
મેં કહ્યું,  "OTHER".
પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય,
એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!"
હું હસી પડી....!!
મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????"
તો એ હસતા હસતા બોલી, "મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય...!!!"

કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.

પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી? કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથેજ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે. પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતો માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ.... પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા. પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ...પોંખીએ...!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે...સાચ્ચે..!! :):)

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...