મમ્મી-પપ્પા,
નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે.
મૂળ એટલે મા અને કુળ એટલે બાપ.
મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે.
મમ્મી-પપ્પા,
કાલે હું પરણી ને સાસરે જઈશ....
આ ઘર માં આજે મારી છેલ્લી રાત.
આજ રાત સુધી જ હું તમારી દીકરી રહીશ, કાલ થી મારા સ્રી ધર્મ માં પરિવર્તન થશે,પુત્રવધુ તરીકે ની મારી સફર શરુ થશે.
મા, તારા ગર્ભ માં થી સિંચાયેલા મારા દેહ માં રુધિર બની ને નસેનસ માં વ્યાપ્ત તારા ગુણો ને જગત સામે દીપાવવા ની મારી યાત્રા કાલ થી શરુ થશે.
પિતાજી,તમારા કુળ માં થી મારા માં ઉતરી આવેલી ખાનદાની આગળ ની પેઢી માં સિંચવા નું મારું કાર્ય કાલ થી શરુ થશે.
મા, મારે તો ફકત તારા જેવા જ થવું છે કારણ કે હું જન્મી ત્યાર થી તારા જેવી જ થવા તો મથું છું.
પિતાજી, તમે મારા આદર્શ છો, મેં દુનિયા તમારી નજરે જોઈ છે.દરેક પુરુષ ની પહેલી સરખામણી મેં તમારી સાથે તો કરી છે.મારા માથા પર હેતાળ હાથ ફેરવનાર પ્રથમ પુરુષ તમે જ છો.
કાલે તમે મને ઘર ના ખૂણેખૂણે ગોતશો.
સદેહે તો તમને નહી મળું, પણ આ ધર માં ઠેકઠેકાણે હું સંતાયેલી જોવા મળીશ.
એ પા પા પગલી માં,
એ રુપાળી ઢીંગલી માં,
એ પાટી અને પેન માં ,
એ મારી નાનકડી બેન માં,
મારી સાયકલ ની ઉતરેલી ચેન માં,
નોટબુક ના કાલાઘેલા અક્ષર માં,
ઘર ઘર રમતાં ખોવાયેલા મારા બચપણ માં,
બળી ગયેલી રોટલી ના કાળા પડ માં,
તમારા કપાળ માં ઉપસી આવેલા સળ માં,
હ્રદય ની ગમગીની માં,
આંખો ના ખાલીપા માં,
તમારા આંસુ લૂછવા લંબાયેલા તમારા જ હાથ માં,
ઘર ના દરવાજે કરેલા કંકુ ના થાપા માં,
હું ઠેકઠેકાણે વેરાયેલી હોઈશ.
મમ્મી-પપ્પા,
તમે મને ભૌતિક સ્વરુપે તો ઘણું આપ્યું જ છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વરુપે જે આપ્યું છે એના માટે હું અને મારી આવનારી પેઢી ઓ સદૈવ તમારી ઋણી રહેશે.
પપ્પા, તમે મારી સહેજ પણ ચિંતા ના કરતા,
હું તો દીકરી છું, એક ખળખળ વહેતી નદી.
મારો રસ્તો હું કંડારી જ લઈશ.મારો સાગર મને મળી ગયો છે.હું એમાં ભળી જઈશ.
મારું ભાગ્ય અને તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.
વિદાય ટાણે,
હું તો ખૂબ રડીશ પપ્પા.
એ તો મારો અધિકાર છે.
કારણ હું નદી હવે પાછી વળવા ની નથી.
મને ખબર છે મમ્મી-પપ્પા
તમે પણ રડ્યા વગર રહી નહી શકો.
પણ એ રુદન માં ય મારા સુખી થવા ના આશીર્વાદ ઉભરાતા હશે.
બસ, આજ નો દિવસ અને રાત,
ફકત તમારી દીકરી થઈ ને ભરપૂર જીવી લેવું છે.
કાલ થી મારા સવાયા મા-બાપ ની લાડકવાયી પુત્રવધુ થઈ ને મળીશ.
હા , હું આવીશ.
ચોક્કસ આવીશ.
પિયર તો મારી વડલા વાળી પરબ છે.
જયારે જયારે જીવનપથ માં થાકીશ, વડલા ની નીચે વિસામો ખાવા અને પરબ પર મારી તરસ છીપાવવા માટે જરુર થી આવીશ.
લિ.
એક દિકરી
Tuesday, 12 June 2018
વિદાય ટાણે...દીકરી નો મા-બાપ ને પત્ર.
Saturday, 27 May 2017
DAUGHTER
ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે *લૂંટવા માટેના ગામની*તપાસમાં નીકળ્યો છે. _
_રસ્તામાં તરસ
લાગી. ગળું સુકાવા માંડ્યું.
એક બાઈને
કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,
*'બેટા! દીકરી! મને પાણી પાઈશ ?'*
_બાઈ બોલી, 'અરે *બાપુ,* પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'_
_પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
_ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ *'બાપ'*
અને *'દીકરી'* આ બે શબ્દોએ *તેને ઓગાળી નાખ્યો* તેનાથી રે’વાણું નઈ_
_અને બોલાઈ ગયું, *'દીકરી,* આજ રાતે
હું મારા ભેરુને લઈને આ *ગામ લૂંટવા*આવવાનો છું. _
_તેં મને *'બાપ'* કીધો. હવે તો તું *મારી 'દીકરી'*
છો.
_તારા ઘરની બારે
*ગોખલે બે દીવા મૂકજે.* તારું ઘર કોઈ નઈ લૂંટે.
રાતે ગામના ચોકમાં હાકલ પડી.
_બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા.
_પરંતુ જ્યાં જ્યાં જાય
ત્યાં *ઘરે ઘરે બે દીવા* તેમના જોવામાં આવ્યા.
_મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.
*બહારવટિયો *દીકરીના ઘરે ગયો* _
_અને,
_કહ્યું, *'દીકરી* મેં તો તને *તારા ઘરની બાર* બે દીવા મૂકવાનું કીધું'તું.
તેં આ શું કર્યું ?'
*દીકરી બોલી,* *'બાપુ!*, *દીકરીનું સાસરું બાપથી લુટાય ?'*
*'દીકરીનું સાસરું’__* -_આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
_એટલું જ તેનાથી બોલાણું,_
_*'દીકરી! તારા જેવી* *ભગવાને મને એક દીકરીઆપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.*
*નસીબદાર ને ત્યાં દિકરી હૉય,
Sunday, 22 January 2017
KORO CHECKE
દીકરીને કદી સતાવશો નહિ,
વઢી વઢીને રડાવશો નહિ,
દીકરીને કદી સતાવશો નહિ .
એ તો છે સાત સૂરોની સરગમ,
ને છે શ્રાવણની વરસાદી મોસમ.
જો જો ઝાઝું જોર જમાવશો નહિ,
દીકરીને કદી સતાવશો નહિ .
એ તો છે પ્રવાસી પંખી રૂપાળું,
આંગણે તે કરશે ઘણું અંજવાળું.
સસલી સમજીને તમે ડરાવશો નહિ ,
દીકરીને કદી સતાવશો નહિ.
માં દુર્ગા લક્ષ્મીનો છે અવતાર ,
ઘરમાં સુરજ થઇ કરશે સવાર .
કોરો ચેક સમજી વટાવશો નહિ ,
દીકરીને કદી સતાવશો નહિ .
Friday, 25 November 2016
MAY DAUGHTER
હરખ ભેર કિરીટભાઈ એ ઘરમાં પ્રવેશ
કર્યો…. ‘સાંભળ્યું ?’
અવાજ સાંભળી કિરીટભાઈ
નાં પત્ની નયનાબેન
હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર
આવ્યા.
“આપણી સોનલ નું માંગું આવ્યું છે
ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ
દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.
સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”
સોનલ એમની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
હા ક્યારેક કિરીટભાઈનાં સિગારેટ અને
પાન-મસાલાનાં વ્યસન ને લઈને
નયનાબેન અને સોનલ બોલતા પણ
કિરીટભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક
મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ
કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ
કરતી,
હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને
નોકરી કરતી હતી પણ કિરીટભાઈ
એની આવક નો એક રૂપિયો લેતા નહિ…
અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે
રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’
બંને ઘરની સહમતી થી સોનલ અને
દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું
મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
કિરીટભાઈ એ સોનલને પાસે બેસાડીને
કહ્યું
‘બેટા તારા સસરા સાથે મારી વાત
થઇ…એમણે કરિયાવરમાં કઈ જ
લેવાની નાં કહી છે , ના રોકડ,
ના દાગીના અને ના તો કોઈ
ઘરવખરી .
તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત
કરી ને રાખી છે એ આ બે લાખ
રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે
ભવિષ્યમાં કામ લાગશે, તું
તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’
‘ભલે પપ્પા’ – સોનલ ટુંકો જવાબ આપીને
પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ
દિવસે આંગણે જાન આવી, સર્વે
નાં હરખનો પાર નથી.
ગોરબાપા એ
ચોરીમાં લગ્નની વિધિ શરુ
કરી ફેરા ફરવાની ઘડી આવી….
કોયલનો જેમ ટહુકો થાય એમ
સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા
‘ઉભા રહો ગોરબાપા મારે
તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે
થોડી વાત કરવી છે,’
“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી,
ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું
ઋણ તો હું ચૂકવી નહિ શકુ…
પરંતુ દિપક અને
મારા સસરાની સહમતીથી તમે
આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું
પાછો આપું છું…
એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ
ઉતારી દેજો અને આ ત્રણ લાખ
નો બીજો ચેક જે મેં
મારા પગારમાંથી કરેલી બચત છે…
જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું
નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે
કોઈની પાસે હાથ લંબાવવો પડે !
જો હું તમારો દીકરો હોત તો આટલું
તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર
હતી …
“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર
માં જે માંગું એ આપશો ?”
કિરીટભાઈ ભારે આવાજમાં -”હા બેટા”,
એટલું જ બોલી શક્યા.
“તો પપ્પા મને વચન આપો કે આજ
પછી તમે સિગારેટ ને હાથ
નહિ લગાવો….
તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ
થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ
આટલું જ માંગુ છું.”
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે
કન્યા પક્ષનાં સગાઓને
તો રડતાં જોયા હશે પણ આજે
તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ
દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને
જોતો જ રહ્યો….
૨૦૧ રૂપિયાનું કવર
મારા ખિસ્સામાંથી બહાર
કાઢી શક્યો નહિ….
સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??
પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,
“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને
સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય.
Wednesday, 23 November 2016
DAUGHTER
એક પિતાએ
એની *લાડક્વાયી દીકરીની*
સગાઇ કરી.
છોકરો ખુબ સારો
અને
સઁસ્કારી હતો
એટલે
છોકરીનાં પિતા
ખૂબ
ખુશ હતા.
*વેવાઈ* પણ
*માણસાઈવાળા* હતા
એટલે
છોકરીના પિતાને
માથા પરથી મોટો બોજો
ઉતરી ગયો હોય
એવી હળવાશ અનુભવતા હતા.
એકદિવસ છોકરીના
સાસરિયાં વાળાએ
વેવાઈને જમવા માટે તેડાવ્યા.
તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા
એમના નવા વેવાઈના
મહેમાન બન્યા.
દીકરીના સાસરિયામાં
એમને આદર સાથે
આવકાર આપવામાં આવ્યો.
વેવાઈ માટે ચા આવી.
ડાયાબિટીસ હોવાથી
ડોક્ટરે
ખુબ સાવચેતી રાખવાનું કહેલું
અને
ખાંડવાલી ચા પીવાથી
મનાઈ કરેલી
પણ
નવા સંબંધીને ખોટું ના લાગે
એટલે
ચા લઈ લીધી.
ચાની પહેલી ચૂસકી મારી તો
બિલકુલ ઘર જેવી જ ચા હતી.
ખાંડ વગરની
અને ઈલાયચી નાંખેલી.
છોકરીના પિતાને થયું
મારા ટેસ્ટની આ લોકોને કેમ
ખબર હશે ?
બપોરે જમવા બેઠા ત્યારે પણ
બધી જ રસોઈ
ડોકટરે જેવી સલાહ આપી હતી
તે મુજબની જ હતી.
બપોરની આરામની વ્યવસ્થા,
ઉઠીને તુરંત વરિયાળીનું પાણી
બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.
છોકરીના પિતાને
સમજાતું નહોતું કે
નવા વેવાઈને આ બધી
ખબર કેમ પડી?
જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી
ત્યારે પૂછ્યા વગર
ના રહી
શક્યા કે મારે શું ખાવાનું છે ?
શું પીવાનું છે ?
મને કેવો ટેસ્ટ પસંદ છે ?
આ બધી ખબર તમને
કેમ પડી ?
દીકરીના સાસુએ કહ્યું ,
" કાલે સાંજે જ
તમારી દીકરીનો
મારા પર ફોન આવી
ગયો હતો.
એણે મને કહ્યું કે મારા પપ્પા
એમના સ્વભાવ પ્રમાણે
કંઈ બોલશે નહી પણ
એની તબિયતને ધ્યાને લેતા
કેટલીક બાબતોનું
ખાસ ધ્યાન રાખવાનું છે.
તમે મારા પપ્પાને સાચવજો.
*"બાપની આંખ ભીની થઇ ગઈ".*
છોકરીના પિતા ઘરે આવ્યો એટલે
ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી
માતાના ફોટા પરથી હાર ઉતારીને
નીચે મૂકી દીધો.
એના પત્નીએ પૂછ્યું,
"કેમ બાના ફોટા પરથી
હાર ઉતારી લીધો."
આંખમાં આંસુ સાથે
પતિએ એની પત્નીને
કહ્યું,
"મને આજે ખબર પડી કે
મારુ ધ્યાન
રાખનારી મારી માં ગઈ જ નથી.
આ જ
ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."
*જેના ઘરમાં દીકરી હોય* એને *બે માનો પ્રેમ મળે છે*
*એક જન્મદાત્રી મા* અને
*બીજી દીકરીમાં રહીને*
*બાપને જીવની જેમ સાચવતી મા."*
*દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે.
Friday, 4 November 2016
MAHENDI
••••••••••••••••••
मुझे मेंहदी लगवानी है
"पाँच साल की बेटी बाज़ार में
बैठी मेंहदी वाली को देखते ही
मचल गयी...
"कैसे लगाती हो मेंहदी "
पापा नें सवाल किया...
"एक हाथ के पचास दो के सौ ...?
मेंहदी वाली ने जवाब दिया.
पापा को मालूम नहीं था मेंहदी
लगवाना इतना मँहगा हो गया है.
"नहीं भई एक हाथ के बीस लो
वरना हमें नहीं लगवानी."
यह सुनकर बेटी नें मुँह फुला लिया.
"अरे अब चलो भी ,
नहीं लगवानी इतनी मँहगी मेंहदी"
पापा के माथे पर लकीरें उभर आयीं .
"अरे लगवाने दो ना साहब..
अभी आपके घर में है तो
आपसे लाड़ भी कर सकती है...
कल को पराये घर चली गयी तो
पता नहीं ऐसे मचल पायेगी या नहीं.
तब आप भी तरसोगे बिटिया की
फरमाइश पूरी करने को...
मेंहदी वाली के शब्द थे तो चुभने
वाले पर उन्हें सुनकर पापा को
अपनी बड़ी बेटी की याद आ गयी..?
जिसकी शादी उसने तीन साल पहले
एक खाते -पीते पढ़े लिखे परिवार में की थी.
उन्होंने पहले साल से ही उसे छोटी
छोटी बातों पर सताना शुरू कर दिया था.
दो साल तक वह मुट्ठी भरभर के
रुपये उनके मुँह में ठूँसता रहा पर
उनका पेट बढ़ता ही चला गया
और अंत में एक दिन सीढियों से
गिर कर बेटी की मौत की खबर
ही मायके पहुँची.
आज वह छटपटाता है
कि उसकी वह बेटी फिर से
उसके पास लौट आये..?
और वह चुन चुन कर उसकी
सारी अधूरी इच्छाएँ पूरी कर दे...
पर वह अच्छी तरह जानता है
कि अब यह असंभव है.
"लगा दूँ बाबूजी...?,
एक हाथ में ही सही "
मेंहदी वाली की आवाज से
पापा की तंद्रा टूटी...
"हाँ हाँ लगा दो.
एक हाथ में नहीं दोनों हाथों में.
और हाँ, इससे भी अच्छी वाली हो
तो वो लगाना."
पापा ने डबडबायी आँखें
पोंछते हुए कहा
और बिटिया को आगे कर दिया.
जब तक बेटी हमारे घर है
उनकी हर इच्छा जरूर पूरी करे,
क्या पता आगे कोई इच्छा
पूरी हो पाये या ना हो पाये ।
ये बेटियां भी कितनी अजीब होती हैं
जब ससुराल में होती हैं
तब माइके जाने को तरसती हैं।
सोचती हैं
कि घर जाकर माँ को ये बताऊँगी
पापा से ये मांगूंगी
बहिन से ये कहूँगी
भाई को सबक सिखाऊंगी
और मौज मस्ती करुँगी।
लेकिन
जब सच में मायके जाती हैं तो
एकदम शांत हो जाती है
किसी से कुछ भी नहीं बोलती
बस माँ बाप भाई बहन से गले मिलती है।
बहुत बहुत खुश होती है।
भूल जाती है
कुछ पल के लिए पति ससुराल।
क्योंकि
एक अनोखा प्यार होता है मायके में
एक अजीब कशिश होती है मायके में।
ससुराल में कितना भी प्यार मिले
माँ बाप की एक मुस्कान को
तरसती है ये बेटियां।
ससुराल में कितना भी रोएँ
पर मायके में एक भी आंसूं नहीं
बहाती ये बेटियां
क्योंकि
बेटियों का सिर्फ एक ही आंसू माँ
बाप भाई बहन को हिला देता है
रुला देता है।
कितनी अजीब है ये बेटियां
कितनी नटखट है ये बेटियां
भगवान की अनमोल देंन हैं
ये बेटियां
हो सके तो
बेटियों को बहुत प्यार दें
उन्हें कभी भी न रुलाये
क्योंकि ये अनमोल बेटी दो
परिवार जोड़ती है
दो रिश्तों को साथ लाती है।
अपने प्यार और मुस्कान से।
हम चाहते हैं कि
सभी बेटियां खुश रहें
हमेशा भले ही हो वो
मायके में या ससुराल में।
●●●●●●●●
खुशकिस्मत है वो जो बेटी के बाप हैं, उन्हें भरपूर प्यार
दे, दुलार करें और यही व्यवहार अपनी पत्नी के साथ
भी करें क्यों की वो भी किसी की बेटी है और अपने
पिता की छोड़ कर आपके साथ पूरी ज़िन्दगी
बीताने आयी है। उसके पिता की सारी उम्मीदें
सिर्फ और सिर्फ आप से हैं।
अगर ये पोस्ट दिल को छु गया हो तो और लोगों के
साथ शेयर करें। ये पोस्ट समर्पित है हर नारी को।
ચા ની કીટલી
કોઈ કારણ થી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...
-
3 दोस्त दारू पीने के बाद Auto wale के पास आते हैं . Auto wale को पता होता है कि ये तिनो पीकर आए हैं, वो बस इंजिन चालू करके बंद करता है औ...
-
❤ *कौन किसी से क्या लेता है,* *कौन किसी को क्या देता है*.. 🌹 *थोडा सा हँस लेते है* , ...