Thursday, 14 March 2019

બહુ ભીનુ થવું નહીં કારણકે નીચોવનારા તૈયાર બેઠા છે

👉 વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે.
  
   
◆●◆●◆●◆●●●◆

👉  ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
 
◆●◆●◆●◆●◆●◆

👉  ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
   
◆●◆●◆●◆●◆●◆

👉  દિવા નું પોતાનું કોઇ ઘર નથી હોતું..
જયાં મુકો ત્યાં અજવાળું કરે છે..!
   
◆●◆●◆●◆●◆●◆

👉  જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
     
◆●◆●◆●◆●◆●◆

👉  ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજા ના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...
   
◆●◆●◆●◆●◆●◆

👉  હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઉંચુ છે.
     
◆●◆●◆●◆●◆●◆

👉  ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઇ જવાય !!
     
◆●◆●◆●◆●◆●◆

👉  હક વગર નું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારત નુ સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે.......
     
◆●◆●◆●◆●◆●◆

👉  નાટક માં સૌથી અઘરું પાત્ર મુર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે...
    
◆●◆●◆●◆●◆●◆

👉  શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે
તેમને
છંછેડવા
છેતરવા
છાવરવા
છુપાવવા કે
છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !
    
◆●◆●◆●◆●◆●◆

👉  આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
  
◆●◆●◆●◆●◆●◆

👉  કેમ કરીને રહી શકાય ફુટપટીમાં,
ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે...
    
◆●◆●◆●◆●◆●◆

👉  દુનિયામાં જો કોઈ સમયસર
આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ ||
   
◆●◆●◆●◆●◆●◆●

👉  'ખોવાઇ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઇ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.
    
◆●◆●◆●◆●◆●◆

👉  'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત' ની ઇચ્છા હોવા
છતાં પણ બીજાને ભેટી નથી શકતો.
  
◆●◆●◆●◆●◆●◆

👉  જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનુ ભેગુ કરવામા જ નિધન થઈ જાય છે..
   
◆●◆●◆●◆●◆●◆

👉  એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી
એકલા
પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !!
   
    ◆●◆●◆●◆●◆

👉  બહુ ભીનુ થવું નહીં
           કારણકે
નીચોવનારા તૈયાર બેઠા છે

  ◆●◆●◆●◆●◆●◆●

👉  સાહેબ જીવનની સાચી મજા તો ભોળા લોકો જ લે છે,
       બાકી લુચ્ચાઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે.

  ●◆●◆●◆●◆●◆●◆

👉  એક ભાઈએ પૂછ્યું સાહેબ જમાનો શાનો છે,
          મેં ગંભીર હાસ્ય સાથે કહ્યું ફોટા નો અને ખોટાનો.

  ◆●◆●◆●◆●◆●◆●

👉  સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી
    ક્યારેય ડિપ્રેશનમાં આવતી નથી.

◆●◆●◆●◆●◆●◆●

👉  અરીસો છે આ જિંદગી દોસ્ત, તુ હસ જિંદગી પણ હસવા લાગશે.

  ◆●◆●◆●◆●◆●◆●

👉  જ્યારે હજારો સપના તૂટી જાય ને સાહેબ,
      ત્યારે તેને જીવિત કરવા માટે બે જ વ્યક્તિ મળે છે.
                મા અને બાપ

◆●◆●◆●◆●◆●◆●

👉  આપણે બાળપણમાં પરચુરણ લઈને ચોકલેટ ખાવા જતા હતા
            અને
હવે પરચુરણ ના લીધે ચોકલેટ ખાવી પડે છે.
      સાહેબ સમય સમય ની વાત છે.

◆●◆●◆●◆●◆●◆●

👉  રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને, સાહેબ
      એ (લાગણીઓનો) દરિયો જો તોફાને ચડે ને તો ઘણાને લઇને ડૂબે છે

◆●◆●◆●◆●◆●◆●

👉  પીઠ હંમેશા મજબૂત રાખવી, સાહેબ
કેમ કે
શાબાશી અને દગો તેની પાછળ જ મળે.

◆●◆●◆●◆●◆●◆●

👉  જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ થાય તો, ધીરજ રાખજે દોસ્ત,
કેમ કે રડીને હસવાની મજા જ કંઈક અલગ હોય છે.

◆●◆●◆●◆●◆●◆●

👉  ઘણૂ અઘરૂ છે દોસ્ત એ વ્યક્તિને સમજવું,
    જે વ્યક્તિ બધું જ જાણતો હોય પણ કંઈ જ બોલતો ન હોય.

◆●◆●◆●◆●◆●◆●
    
👉  દરેક ભૂલ Sorry બોલવાથી માફ થતી નથી, અમુક ભૂલો ના તો પરિણામ પણ ભોગવવા પડે છે

  ◆●◆●◆●◆●◆●◆

👉  માણસ એક જ કારણથી એકલો થાય છે,
    પોતાના ને છોડવા માટે પારકા ની સલાહ લે છે ત્યારે.

◆●◆●◆●◆●◆●◆●

👉  માણસની આંખો ને હંમેશા એ જ વ્યક્તિ ખોલી જાય છે, જેના પર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે.

  ◆●◆●◆●◆●◆●◆

👉  બીજાના મહેલમાં ગુલામ બનીને રહેવા કરતા,
પોતાની ઝૂંપડીમાં રાજા બનીને રહેવું વધારે સારું.
   ◆●◆●◆●◆●◆●

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...