Sunday, 10 February 2019

ખાવાને હું માવો

*ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો,*

દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો,

*એકસો પાંત્રીસ તમાકુ, સોપારીને કીમામ ખૂબ નખાવો,*

નાગરવેલનું પાન નહીં પણ પોલીથીનમાં લાવો,

*કામધંધામાં ચિત્ત ન ચોંટે હોય નહીં જો માવો,*

હથેળીમાં લઈને મસળી મેં તો ગલોફામાં ચડાવ્યો,

*મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા,*

કપડાં, પૈસા, શરીર બગડે લાખ ભલે સમજાવો.

*તોયે છોડી શકીશ નહીં હું રહીશ આવો ને આવો,*

માન્યો નહીં આ મૂરખ, જિંદગીભર ખાધે રાખ્યો માવો.

*શરીર ઘસાયું માંદો પડ્યો ડોકટર હવે બચાવો,*

ઓપરેશન આવે છે મોટું, નાણાં અઢળક લાવો.

*મિલકત, મકાન, ખેતર વેચ્યું થઈ ગયો છે બાવો,*

છોકરા રડતાં રડતાં બોલે કાં અમને તતડાવો?

*પાટી, ચોપડા, કપડાં લઈ દો પપ્પા અમને ભણાવો,*

બૈરી કહે વગર વાંકે કાં મુજને ધમકવો.

*કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો,*

ચકલા ખેતર ચણી ગયા છે થાય હવે પસ્તાવો.

*મિત્રો મારા ચેતી જજો સમય ન આવે આવો,*

વ્યસનના કચરાને કાઢી દીલમાં દીપ જલાવો.

🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

*વ્યસનની લત જેને લાગી છે તેને કોઈ સજ્જન સાચી વાત સમજાવે અને છતાં પણ જો તે મૂકી ન શકે તો એક દ્રષ્ટિએ..*☺

  તેને તેનાં સંતાન, પરિવાર વગેરે કરતા પોતાનું વ્યસન વધારે વ્હાલું અને મહત્વનું માનેલ કહેવાય...😢

  *જો પોતાનાં સંતાનો અને સ્નેહીમાં સાચું હેત હોય તો મરદ નો કટકો થઈ વ્યસનનો ધા કરી દે...*💐

  હવે આ મોઢામાં કોઈપણ પ્રકારનું વ્યસન જાય તો હરામ બરોબર છે...

  *રામને માનનારો હરામનો ન હોય શકે...*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  દુઃખની વાત એ છે કે, મરદ પોતાની મર્દાનગી માત્ર કોઈને ડરાવા ધમકવામાં જ બતાવે છે..  સાચો મરદ હોય તો તો ઝેર જેવા વ્યસનનો મરતા સુધી ત્યાગ કરી દે.. ભાઈ...

નિર્વ્યસની લોકો વ્યસનીના વ્યસન મુકાવવામાં મદદ કરો..

*સ્નેહ અને હૂંફ આપો.. વ્યસન છૂટતા વાર નહીં લાગે..*

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...