Saturday, 23 June 2018

પહેલો વરસાદ

.                ​•અંધારી રાત્રે તું ચુપચાપ આવ્યો,​

            ​•પહેલા આવી વિજળી પછી આવ્યો તુ..​

                             ​શાંતિ ત્યારે થઈ,​

            ​•જ્યારે આવ્યો ઠંડો પવન સાથે વરસાદ....​

                 ​•પણ મઝા તો ત્યારે આવી જ્યારે,​

         ​•આ ધગધગતી ધરતી માંથી સુંદર સુગંધ આવી...​

              ​•ચોમાસા નો પહેલો વરસાદ વરસ્યો,​

                ​•પહેલા વરસાદ ની આ સવાર છે..​

Tuesday, 12 June 2018

હીરાથી હીરો ધસી

સારા  માણસો  સાથે  સારા  બનો​ 
                  ​પણ​
​ખરાબની  સાથે  ખરાબ  નહિં​
               ​કારણ કે​
  ​હીરાથી  હીરો  ધસી  શકાય​
                  ​પણ​
​કાદવથી  કાદવ  સાફ  કરી  શકાય નહિં​

વિદાય ટાણે...દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા,
          નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે.
  મૂળ એટલે મા અને કુળ એટલે બાપ.
           મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે.
      મમ્મી-પપ્પા,
કાલે હું પરણી ને સાસરે જઈશ....
      આ ઘર માં આજે મારી છેલ્લી રાત.
આજ રાત સુધી જ હું તમારી દીકરી રહીશ, કાલ થી મારા સ્રી ધર્મ માં પરિવર્તન થશે,પુત્રવધુ તરીકે ની મારી સફર શરુ થશે.
       મા, તારા ગર્ભ માં થી સિંચાયેલા મારા દેહ માં રુધિર બની ને નસેનસ માં વ્યાપ્ત તારા ગુણો ને જગત સામે દીપાવવા ની મારી યાત્રા કાલ થી શરુ થશે.
      પિતાજી,તમારા કુળ માં થી મારા માં ઉતરી આવેલી ખાનદાની આગળ ની પેઢી માં સિંચવા નું મારું કાર્ય કાલ થી શરુ થશે.
      મા, મારે તો ફકત તારા જેવા જ થવું છે કારણ કે હું જન્મી ત્યાર થી તારા જેવી જ થવા તો મથું છું.
      પિતાજી, તમે મારા આદર્શ છો, મેં દુનિયા તમારી નજરે જોઈ છે.દરેક પુરુષ ની પહેલી સરખામણી મેં તમારી સાથે તો કરી છે.મારા માથા પર હેતાળ હાથ ફેરવનાર પ્રથમ પુરુષ તમે જ છો.
      કાલે તમે મને ઘર ના ખૂણેખૂણે ગોતશો.
સદેહે તો તમને નહી મળું, પણ આ ધર માં ઠેકઠેકાણે હું સંતાયેલી જોવા મળીશ.
         એ પા પા પગલી માં,
         એ રુપાળી ઢીંગલી માં,
          એ પાટી અને પેન માં ,
          એ મારી નાનકડી બેન માં,
      મારી સાયકલ ની ઉતરેલી ચેન માં,
        નોટબુક ના કાલાઘેલા અક્ષર માં,
    ઘર ઘર રમતાં ખોવાયેલા મારા બચપણ માં,
    બળી ગયેલી રોટલી ના કાળા પડ માં,
    તમારા કપાળ માં ઉપસી આવેલા સળ માં,
            હ્રદય ની ગમગીની માં,
            આંખો ના ખાલીપા માં,
તમારા  આંસુ લૂછવા લંબાયેલા તમારા જ હાથ માં,
     ઘર ના દરવાજે કરેલા કંકુ ના થાપા માં,
          હું ઠેકઠેકાણે વેરાયેલી હોઈશ.
મમ્મી-પપ્પા,
    તમે મને ભૌતિક સ્વરુપે તો ઘણું આપ્યું જ છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વરુપે જે આપ્યું છે એના માટે હું અને મારી આવનારી પેઢી ઓ સદૈવ તમારી ઋણી રહેશે.
    પપ્પા, તમે મારી સહેજ પણ ચિંતા ના કરતા,
       હું તો દીકરી છું, એક ખળખળ વહેતી નદી.
મારો રસ્તો હું કંડારી જ લઈશ.મારો સાગર મને મળી ગયો છે.હું એમાં ભળી જઈશ.
     મારું ભાગ્ય અને તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.
     વિદાય ટાણે,
       હું તો ખૂબ રડીશ પપ્પા.
      એ તો મારો અધિકાર છે.
    કારણ હું નદી હવે પાછી વળવા ની નથી.
મને ખબર છે મમ્મી-પપ્પા
         તમે પણ રડ્યા વગર રહી નહી શકો.
પણ એ રુદન માં ય મારા સુખી થવા ના આશીર્વાદ ઉભરાતા હશે.
     બસ, આજ નો દિવસ અને રાત,
ફકત તમારી દીકરી થઈ ને ભરપૂર જીવી લેવું છે.
કાલ થી મારા સવાયા મા-બાપ ની લાડકવાયી પુત્રવધુ થઈ ને મળીશ.
      હા , હું આવીશ.
                ચોક્કસ આવીશ.
           પિયર તો મારી વડલા વાળી પરબ છે.
જયારે જયારે જીવનપથ માં થાકીશ, વડલા ની નીચે વિસામો ખાવા અને પરબ પર મારી તરસ છીપાવવા માટે જરુર થી આવીશ.
      
        
                                                      લિ.
                                                  એક દિકરી

Saturday, 9 June 2018

*ગામડા ની મજા*

*ગામડા ની મજા*

ગામડામાં વસ્તી નાની હોય..

ઘરે-ઘરે જ્ઞાની હોય ...,

આંગણિયે આવકારો હોય...

મહેમાનોનો મારો હોય...!

ગામમાં ચા પાવાનો ધારો હોય,

વહેવાર એમનો સારો હોય,

રામ-રામનો રણકારો હોય,

જમાડવાનો પડકારો હોય...!

સત્સંગ મંડળી જામી હોય...

બેસો તો !
સવાર સામી હોય..,

જ્ઞાનની વાતો બહુ નામી હોય,

જાણે સ્વર્ગની ખામી હોય...!

વહુને સાસુ ગમતાં હોય...

ભેળાં બેસી.. જમતાં... હોય..,

બોલવામાં સમતા હોય...

ભૂલ થાય તો નમતાં હોય...!

છોકરાં ખોળામાં રમતાં હોય...

આવી માની મમતા હોય..,

‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..

ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય..

બાપાના બોલ સૌ પાળતા હોય..,

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...

આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !

નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,

આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,

માંગે પાણી તો હાજર દૂધ હોય...

માનો તો ભગવાન બુદ્ધ હોય.. !

ભજન-કીર્તન થાતાં હોય..

પરબે પાણી પાતાં હોય...,

મહેનત કરીને ખાતાં હોય...

પાંચમાં પૂછાતાં હોય..!

દેવ જેવા દાતા હોય...

પરબે પાણી પાતાં હોય...,

ભકિત રંગમાં રંગાતા હોય...

પ્રભુનાં ગુણ ગાતા હોય...!

ઘી-દૂધ બારે માસ હોય...

મીઠી-મધુર છાસ હોય...,

વાણીમાં મીઠાશ હોય...

રમઝટ બોલતા રાસ હોય...!

પુણ્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...

બ્રહ્માણી ઉમાખોડલ નો.. વાસ હોય..,

કાચાં-પાકાં મકાન હોય..

એમાંય નાની દુકાન હોય...,

ગ્રાહકોનાં એવાં માન હોય...

જાણે મળયા ભગવાન હોય...!

સંસ્કૃતિની શાન હોય...

ત્યાં સુખી એનાં સંતાન હોય...,

એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...

ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!

કુવા કાંઠે આરો હોય...,

નદી કાઠે કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય...

ધણી પ્રાણથી પ્યારો હોય !

કાનો ભલે ! કાળો હોય..

એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય...

મોટા સૌનાં મન હોય...,

હરિયાળાં વન હોય...

સુગંધી પવન હોય...!

ગામડું નાનું વતન હોય,

ત્યાં જોગમાયાનાં જતન હોય...,

માનવી મોતીનાં રતન હોય...

પાપનું ત્યાં પતન હોય...!

શીતળ વાયુ વાતો હોય,

ઝાડવે જઇ... અથડાતો હોય.. , 

મોર તે દી’ મલકાતો હોય,

ગામડાનો મહિમા ગાતો હોય,

Tuesday, 5 June 2018

Good morning

Train park karvi 6e...... !

પપ્પા : છોકરીવાળા આવે તો લાંબી લાંબી ફેક્જે
��
��
��
��
છોકરીવાળા આવ્યા પછી.....

છોકરો : પપ્પા ચાવી આપો ને ટ્રેન પાર્કિંગ મા મૂકવી છે !
��

Monday, 4 June 2018

GALTI

TIME


*वक्त  तो रेत है*
     *फिसलता  ही  जायेगा*
     *जीवन  एक  कारवां   है*
      *चलता  चला  जायेगा*
        
*जिदंगी ' बेहतर ' तब होती है.*
         *जब आप खुश होते है...*

*लेकिन जिंदगी 'बेहतरीन' तब होती है ....*
   *जब आपकी वजह से*
           *लोग खुश होते है..*           
 

.....................................................

Sunday, 3 June 2018

GOOD MORNING

                       
            પ્રેમની પ્રભાત
           સ્નેહ ની સવાર
    મોહબ્બત ની મૌસમ
          પ્રીત ની પ્રકાર  ....?
અને મિત્રતાની મુસ્કાન  ::::
    તમને રોજ મળે આવી  !?
સોનેરી સવાર
        શુભ પ્રભાત
❣❣શુભ વંદન ❣❣

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...