Sunday 4 February 2024

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી...


ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ ગમતું , તેના બે  કારણ હતા..એક તો સ્વેટર  મફલર  થી કવર કરેલ મારા શરીર થી ઠંડી દૂર રહેતી હતી અને  બીજું કારણ પાકીટ ની ગરમી મારી સાથે હતી...


પાકીટ જો ભરેલ હોય જીવનની દરેક તકલીફો...નાની લાગે બાકી તો કીડી ડંખ મારે તો પણ કોબ્રા એ ડંશ માર્યો હોય તેવું લાગે..


બાજુ ની ચા ની કીટલી ઉપર  ઉકળતી આદુ ઈલાયચી વાળી ચાની સુંગધે મને લલચાવ્યો. હું...ચા ની કિટલી તરફ ગયો....



કીટલી પાસે રાખેલ બાંકડા ઉપર બેસી એક ચા નો ઈશારો મેં કર્યો...એ દરમિયાન મારી બાજુમાં બે ગરીબ ઘર ના છોકરાઓ ખભે લટકાડેલ પ્લાસ્ટિક ના થેલા માં  વેર વિખેર પડેલ પ્લાસ્ટિક ની બેગ અને બોટલ, એકઠા કરી  થેલા માં ભરતા હતા...


મેં મારી જાત સામે જોયું ..બે સ્વેટર મફલર ટોપી...છતાં મને ઠડી લાગતી હતી..અને આ બાળકો ઠડી માં માત્ર શર્ટ અને ચડ્ડી પહેરી..પાપી પેટ માટે સવાર થી સઘર્ષ કરતા હતા... આવા સમયે ઈશ્વર નો આભાર માનવો કેમ ભુલાય....ઈશ્વરે જે પણ આપણને આપ્યું છે..તેનો આભાર માનવા ને બદલે...હજુ ઓછું પડે છે...કહી માંગણ ની જેમ મંદિર માં રોજ ભીખ માંગતા લોકો જીવન નો આનંદ લૂંટી શકતા નથી....


મેં એ બે બાળકો ને બાજુ માં બોલાવ્યા અને કીધું ચા પીશો...?  તેઓ એ હા પણ ન પાડી અને ના પણ ન પાડી.. મારી સામે એ નિર્દોષ નજરે જોતા રહ્યા

મહેનત કરનાર વ્યક્તિ અને ભીખ માંગનાર વ્યક્તિ વચ્ચે આટલો તફાવત હોય છે....મહેનત કરનાર વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે ઝુકે છે..પણ સ્વમાન ના ભોગે નહિ..


મેં ચા બનાવનાર સામે જોઈ ઈશારો કર્યો.... મેં બન્ને ને મારી બાજુ માં બેસાડી પૂછ્યું..

ભણો છો ?

કહે ના.

આખા દિવસ ના કેટલા રૂપિયા મળે છે...


સાહેબ 200 થી 250 રૂપિયા..


ચા અને બિસ્કિટ આવ્યા એ બન્ને બાળકો અંદર અંદર સામે જોઈ ચા સાથે બિસ્કિટ ખાવા લાગ્યા..મને લાગ્યું.. ભગવાન ને હવે છપ્પન ભોગ ની જરૂર નથી...વર્તમાન પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે ઈશ્વર રુઠયો છે....

કારણ કે હવે લોકો એ ઈશ્વર ને પણ બેવકૂફ બનાવવા નું ચાલુ કર્યું...ઈશ્વર પણ હસતા હસતા બોલતો હશે...મારા બનાવેલ ..મને બનાવતા થયા છે


મેં કીધું રોજ અહીં આવો છો..


એ કહે હા સાહેબ..


કાલે આ કીટલી વાળા ને ત્યાં તમારા બન્ને માટે સ્વેટર અને પગ ના બુટ મુક્યા હશે એ તમે લઈ લેજો..


બન્ને ના ચહેરા ઉપર ખુશી આવી


હું ઉભો થઇ કીટલી ના માલિક ને રૂપિયા ચૂકવવા ગયો...

ત્યારે કીટલી નો માલિક બોલ્યો તમારા 20 રૂપિયા આપો એ બાળકો ના રૂપિયા તો ચૂકવાઈ ગયા...


મેં કીધું કોણે ચૂકવ્યા..?


કીટલી વાળા ભાઈ હસવા લાગ્યા.. પોતાનો ગલ્લો ખોલી ચોપડી બહાર કાઢી..મને બતાવી 


ચોપડી ઉપર લખ્યું હતું...

હર હર મહાદેવ, જય માતાજી..જય રણછોડ...


મેં કીધું હું કંઈ સમજ્યો નહિ..


એ હસતા હસતા બોલ્યો સાહેબ

આ નાની બચત યોજના ની પાસબુક જેવી બુક છે...દરેક વ્યક્તિ કરોડો કે લાખો નું દાન ધર્માદો નથી કરી શકતા...

એટલે આવી પાસબુક માં જેમને દાન ધર્માદો કરવો હોય તેના રૂપિયા  હું જમા કરી દઉં છું..એ રૂપિયા માંથી હું ગરીબ, લાચાર, સાધુ સંત, ફકીર અપંગ વગેરે લોકો ને વિનામૂલ્યે મુલ્યે ચા નાસ્તો દિવસ દરિમયાન કરાવું છું


જોવો સામેથી આવે છે તે દાદા નું નામ વલ્લભરામ અમને દર પંદર દિવસે 5000 રૂપિયા આપી જાય છે...


તમારું નામ..

મેં  કીધું સમીર...


સમીર ભાઈ  હું મારી જાત ને ધન્યતા અનુભવું છે કારણ કે આ પુણ્ય મારા હાથે  થાય છે.. મેં પણ પરમાર્થ કરવા ડૂબકી લગાવી છે દિવસ ની પચીસ ચા વિના મૂલ્યે હું પણ ગરીબ વ્યક્તિઓ ની પીવડાવવા માંડ્યો છું.


જેટલી વિનામૂલ્યે  ચા પીવરાવી હોય તેનો  હિસાબ હું અલગ થી રાખું છું...દાન આપનાર વ્યક્તિ ના રૂપિયે રૂપિયા નો નૈતિક પણે હું હિસાબ રાખું છું.. આપણે કોઈ ને મદદ ન કરી શકીએ તો કંઈ નહિ પણ કોઈ મદદ કરતું હોય તેમાંથી પણ રૂપિયા મારી લેવા એ નીચ પ્રવૃત્તિ કહેવાય... 


મેં કીધું વાહ..તમારું નામ


વશરામભાઈ ...


દાદા નજીક આવ્યા એટલે વશરામ ભાઈ બોલ્યા  દાદા તમને જ યાદ કરતો હતો અને તમે આવી ગયા...


દેખાવ માં તો એક દમ સીધા સાદા લાગતા દાદા ની પ્રવૃત્તિ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે હું તેમના થી પ્રભાવિત થયો

તેઓ એક નિવૃત  કેન્દ્રીય સરકારી કર્મચારી હતા..તેમને 35,000 થી વધારે પેંશેન અને 50,000 હજાર થી વધારે માસિક વ્યાજ મળતું હતું 


દાદા સાથે વિગતે ચર્ચા કરતા તેમણે કહું..બાળકો ઈશ્વર કૃપા થી વિદેશ માં સેટ થઈ ગયા છે...

બાળકોએ અમને કીધું.. પપ્પા અમે અહીં ડોલર ખૂબ કમાઈયે છીયે..અમારી જિંદગી બનાવવા પાછળ  ઘણી  ઈચ્છાઓ તમારી અધૂરી રહી ગઈ છે જે  હવે પુરી કરવાનો યોગ્ય સમય આવ્યો છે...રૂપીયા અમારા માટે બચાવવા ની જરૂર નથી...તમારા આત્મા ના કલ્યાણ માટે..તમને જે પ્રવૃત્તિ માંથી આનંદ મળતો હોય  એ  પ્રવૃત્તિ પાછળ સમય અને રૂપિયા ખર્ચો..તમને કે અમને અફસોસ ન થવો જોઈએ..રૂપિયા ખૂટે તો અમને જાણ કરજો...અમારા તરફથી પણ યોગ્ય જગ્યાએ દાન ધર્માદો કરતા રહેજો અને અમને જણાવજો...અમારા અને તમારા કોઈ સારા કર્મના પરિણામે  આજે આપણે આનંદ કરિયે છીયે...


બસ બેટા અમેં ઘરડા માણસ, અમારી  જરૂરિયાત કેટલી..

દર મહિને વ્યાજ આવે છે..તે વિવિધ સંસ્થાઓ... અને અલગ અલગ જગ્યા એ વહેચી દઉં છું...હું કોઈ પણ સંસ્થા ની મુલાકાત કર્યા વગર રૂપિયા ડોનેટ કરતો નથી  બેટા મને મારી પ્રવૃત્તિથી ખૂબ જ આનંદ મળે છે....

વાલિયો લૂંટારો પણ સમજી ગયો હતો..મારા પાપ માં કોઈ ભાગીદાર નથી..તો એવા કર્મ જ શું કામ કરવા..જેનું પરિણામ માત્ર આપણે ભોગવુ પડે.


એક વાત કહું બેટા.. બુલેટ ટ્રેન થી પણ વધારે સ્પીડથી જીવન આપણું પસાર થઈ રહ્યું છે...દરેક સ્ટેશન  નજર સામેથી ઝડપથી પસાર થઈ  રહ્યા છે....કરોડો રૂપિયા ખર્ચવા છતાં...એ સ્ટેશન ફરીથી પાછું આવવા નું નથી..

એટલે જેટલો આનંદ કરવો હોય ,જેટલું.પુણ્ય કમાવવું હોય ત્યાંરે પુણ્ય કમાઈ લ્યો..આ શ્વાસ નો ક્યાં કોઈ ને ભરોસો છે...


ઈશ્વર ના દરબાર માં લાંચ રૂશ્વત ચાલતી નથી..ત્યાં તો જેવી કર્મ ની ખેતી તેવું તેનું પરિણામ..

સંક્ષિપ્ત માં કહું તો પોતાની સંપત્તિ ના માલીક બનો ચોકીદાર  નહિ. ભલે લોકો કહે કર્મ જેવું કંઈ નથી  પણ વાસ્તવ માં કર્મ જેવું છે..


બેટા ધાર્મિક સંસ્થાઓ ના ગોલખ ઉભરાઈ ગયા છે...

કથાઓ સાંભળી કે ધાર્મિક જગ્યા એ જવાથી કોઈ સુધરતું હોય તો પહેલી કથા સંસદ અને વિધાનસભા માં કરવી જોઈએ..અને એ પરીસર માં સર્વધર્મ ના મંદિર મસ્જિદ ચર્ચ બનાવવા જોઈએ..


એરણ ની ચોરી સોઈ નું દાન કરનાર લોકો ની વિકૃત ફોજ ઉભી થઇ છે..એક કેળું આપી ગરીબ વ્યક્તિ ની મજાક ઉડાવનાર નીચ વ્યક્તિઓ આપણી વચ્ચે કોલર ઉંચી કરી ફોટા પડાવે છે..


હું હસી પડ્યો...


જે વ્યક્તિઓ ઉપર જનતા વિશ્વાસ મૂકે એ જ લોકો જનતા ની થાળી નું ઝૂંટવી પોતાના ઘર ભરે છે...

જે સંતો કહે શુ લઈ ને આવ્યા શુ લઈ ને જવાના એજ બનાવટી સાધુ સંતો સંસારી ના રૂપિયે મોજ કરે છે....

કોઈ દિવસ ગિરનારી સાધુ સંત બાવા ને સંસાર ની વચ્ચે રખડતા જોયા? સંસાર છોડ્યો જ છે તો સંસાર થી અલિપ્ત રહો. .શા માટે સંસારી નો સ્વાદ લેવા આવો છો...જે આશ્રમ કે મંદિર માં જેમના નામ ની તકતી મારો છો એ લોકો તો સમાજ નું  શોષણ કરી અહીં સુધી પોહચ્યો છે


હું મારી નજર સામે થી સ્ટાફ બસ ને પસાર થતી જોઈ રહ્યો પણ મેં તેને ઉભી રાખવા પ્રયત્ન  ન કર્યો..કારણ કે જે જ્ઞાન કે સત્સંગ આશ્રમ માં નહિ પણ ચા ની કીટલી ઉપર આજે પીરસાતો હતો..એ છોડી જવાની ઈચ્છા  મારી ન હતી


મેં વશરામભાઈ ને નજીક બોલાવી કીધું..લ્યો આ 3000 રૂપિયા મારા તરફ થી ..મારી પણ તમારી કર્મ રૂપી નાની બચત યોજના માં ખાતું ખોલો...મારા પગાર ના 5% હું મંદિરે મુકતો તેના બદલે તમારી કીટલી એ  હવે થી મુકીશ....આવા કપરા સમય માં  પણ મારી નોકરી સચવાય છે એ કોઈ ઈશ્વરી સંકેત જ સમજવાનો.


વશરામ ભાઈ ઈશ્વર  ક્યાં સીધો આશીર્વાદ આપવા આવે છે..તમારી કીટલી એ કોઈ દિવસ "અલખ નો ઘણી" આવી ચા પી જશે ત્યારે મારા તમારા અને દાદા જેવા લોકો ના ભવ ભવ ના પાપો થી મુક્તિ મળી જશે...


વશરામભાઈ ની આખો ભીની થઇ ગઇ....એ બોલ્યા બાપલા એવા મારા નસીબ ક્યાંથી..


દાદા ભજન ગાવા લાગ્યા


રામનું સ્વાગત કરતાં ઋષિઓ જાપ જપંતા રહી ગયા

એઠા બોરને અમર કરીને ..રામ શબરીના થઈ ગયા

નહીં મળે ચાંદી-સોનાના...અઢળક સિક્કામાં

નહીં મળે એ કાશીમાં કે...નહીં મળે મક્કામાં

પણ નસીબ હોય તો મળી જાય..એ તુલસીના પત્તામાં

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં...


દાદા શ્રદ્ધા રાખો એક દિવસ ઈશ્વર ભૂલો પડશે..અને તમારી કીટલી એ આવશે..જ


વશરામભાઈ ની આંખો ભીની હતી...


મેં કીધું વશરામભાઈ હમણાં જે બાળકો ને તમેં હમણાં ચા આપી તેમના માટે બે સ્વેટર અને બુટ તમને આપી જઈશ એ કાલે આવે તો તેમને આપી દેજો..દાદા મારી સામે જોઈ બોલ્યા... અરે બેટા.. મારા પણ દસ ધાબળા લેતો આવજે

લે આ 5000 રૂપિયા.. વશરામભાઈ બોલ્યા મારા તરફ થી બે ધાબળા.. 

જય હો અલખ ધણી ની કહી એ ફરી ધઘેં લાગ્યા.


મારા માટે આજ ની સવાર અલગ પ્રકાર ની હતી..

હું દાદા ને પગે લાગ્યો..અને કીધું સાચા સાધુ સંત તમે છો...સંસાર ની વચ્ચે રહી પણ પરમાર્થ  વગર પ્રચારે કરો છો...જીવન જીવવું હોય તો તમારા પ્રમાણે જીવાય...


મિત્રો

दया धर्म का मूल है, पाप मूल अभिमान। 

तुलसी दया न छोड़िये जा घट तन में प्राण॥ 


સાચું છે એ સચરાચર છે..સાચુ છે એ અજરામર છે

સાચું છે એ પરમેશ્વર છે 

પણ ચોધારે વરસે મેહૂલિયો તો...મળે એક ટીપામાં

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં...





Sunday 24 December 2023

હિંગોળ ગઢ : જસદણ


જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે 'હિંગોળગઢ'ની રચના કરેલી  તે ખરેખર જોવા લાયક છે. 


રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.


આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.


કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી.


 આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી. 


સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.


પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણ અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.


પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.


જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.


એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.


શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.


સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.


આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.


આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે. 


અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.


કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં 'હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે. 


તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.


હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.


હિંગોલગઢની રચનામાં બન્ને છેડે ગોળાકાર આકારમાં ગઢ બાંધાવામાં આવ્યા છે. નૈઋત્ય ખુણાના કોઠારમાં હજુરની ઓફિસ રાખવામાં આવતી હતી.....



Friday 22 December 2023

જીરૂ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

ખેડુતમિત્રો, 

            જીરું (cumin) એ ગુજરાતમાં એક અગત્યનો શિયાળુ પાક છે. જીરાના પાકની સમયસર વાવણી કરી સારી કાળજી લેવાથી વધું ઉત્પાદન મેળવી શકાય છે.

જમીનની તૈયારી



જીરાના પાકને ઠંડુ, સુકુ તથા સ્વચ્છ હવામાન વધારે માફક આવે છે. સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ થી મઘ્યમકાળી અને પુરતા પ્રમાણમાં સેન્દ્રીય ત્તવ ધરાવતી જમીન વધારે માફક આવે છે. વધુ પિયતવાળી જમીનમાં નિંદામણ વધુ થતાં વારંવાર તેને દૂર કરવાનો ખર્ચ વધી જાય છે. જમીન તૈયારી કરવા માટે હળથી ઉંડી ખેડ કરી ર થી ૩ વાર કરબની ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી અને ત્યારબાદ સમાર મારી સમતળ કરવી. જમીનના ઢોળાવ પ્રમાણે કયારા સાંકડા અને નાના એટલે કે ૬ મી. × ર મી. મા૫ના બનાવવાથી ઉત્પાદન, નફો તથા પિયતની કાર્યસમતામાં વધારો થાય છે.


વાવેતર સમય

નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જયારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦ સે.ગ્રે. આજુબાજુ થાય ત્યારે કરેલ વાવણી વધારે લાભદાયી પુરવાર થયેલી છે. મોડી વાવણીમાં રોગ-જીવાતનો વધારે ઉ૫દ્રવ જોવા મળે છે


વાવેતરનું અંતર અને બીજનો દર

વાવણી ૫ઘ્ધતિ, જમીનની પ્રત અને ક્ષારના પ્રમાણના આધારે પ્રતિ હેકટરે ૧ર થી ૧૬ કિલોગ્રામ બિયારણ પુરતું છે. વાવણીની ઉંડાઈ ૧.૫ થી ર સે.મી. સુધી રાખવી. ૩૦ સે.મી. ના અંતરે વાવણી કરવાથી બિયારણનો દર અને રોગનું પ્રમાણ ઘટાડી શકાય તથા નિંદણ નિયંત્રણમાં ૫ણ વધારે અનુકુળતા રહે છે.


ખાતર

રાસાયણિક ખાતર: ૩૦+૧૫ કિલોગ્રામ ના.ફો. પ્રતિ હેકટરે.


દેશી ખાતર: વધારે રેતાળ જમીન કે જયાં ફળદ્રુ૫તા ઓછી હોય ત્યાં પ્રતિ હેકટરે ૧૦ થી ૧ર ટ્રેકટર ટ્રોલી સારું કહોવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરવાના સમયે  જમીન સાથે ભેળવી દેવું જોઈએ.


નિંદામણ અને આંતર ખેડ

જીરાના ના પાકને ૪૫ દિવસ સુધી નિંદણમુકત રાખવો ખાસ જરૂરી છે. જયાં ખેત મજૂરો સહેલાઈથી, સસ્તા દરે મળતા હોય ત્યાં વાવણી બાદ ર૫-૩૦ દિવસે અને બીજુ નિંદામણ જરૂરીયાત મુજબ ૪૦ દિવસે કરવું. પેન્ડીમીથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિયતત્વ  પ્રમાણે પ્રતિ હેકટરે જીરૂની વાવણી ૫છી પ્રથમ પિયત ૫હેલાં અથવા પિયત ૫છી ભેજયુકત જમીનમાં બે થી ત્રણ દિવસે એકસરખો છંટકાવ કરવો.


પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ

મોલો

દિવેલીનો ખોળ અથવા લીમડાનો ખોળ ર ટન પ્રતિ હેકટરે  વા૫રવો.

ગુજરાત જીરૂ-૪ જીરૂ - 5 જેવી જીવાત પ્રતિકારક જાત વાવવી.

સેન્ફિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉ૫યોગ કરવો.

ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ  ૫ખવાડિયા સુધીમાં મસાલા પાકોની  વાવણી કરવી.

મોલોના ૫રીક્ષણ માટે પીળા ચીકણા પિંજર હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા.

ખેતરમાં મોલોના કુદરતી દુશ્મનો જેવાકે કોકસીનેલા સેપ્ટમપંકટાટા, બ્રુમોઈડસ સુચુરેલીસ,મીનોચીલસ સેકસમેકયુલેટસ અને હીપોડામીયા વેરાઈગેટા, સીરફીડ માખીના કીડા (એપીસીરફસ બલ્ટેટસ, ઈસ્ચીડોન સ્કુટેલારીસ) અને ક્રાયસો૫ર્લા કાર્નીયા કુદરતી રીતે મોલોને નિયંત્રણમાં રાખતા હોય છે.આ ૫રભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના  છંટકાવ ટાળવા.

લીંબોળીના મીંજનું ૫ ટકાનું મિશ્રણ (૫૦૦ગ્રામ/૧૦ લિ.પાણી) અથવા લીંબોળીનું તેલ (૩૦મીલી/૧૦લિ. પાણી)ના ૫દર  દિવસના અંતરે  બે  છંટકાવ કરવા.

ને૫સેક સ્પ્રેયર કરતાં કન્ટ્રોલ્ડ ડ્રોપ્લેટ એપ્લીકેટરથી મિથાઈલ- ઓ -ડિમેટોન ૦.૦ર૫ ટકા દવાનો છંટકાવ કરવાથી જીરૂની મોલોનું  અસરકારક નિયંત્રણ  થાય છે.

જીરૂની મોલોના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૦.૦૪ ટકા દવા (૧૦મીલી/૧૦લિ. પાણી) અથવા  કાર્બાસલ્ફાન ૦.૦૫  ટકા (ર૦મીલી/૧૦લિ. પાણી) ના બે છંટકાવ ૫દર દિવસના અંતરે કરવા ભલામણ છે.

થ્રીપ્સ

થાયામેથોકઝામ ૭૦ડબલ્યુએસ દવા ૪.ર ગ્રામ/કિગ્રા બીજ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/કિગ્રા બીજને ૫ટ   આપીને વાવણી કરવાથી જીરૂની થ્રીપ્સનું નિયંત્રણ મળે છે.

થ્રીપ્સના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન  ૦.૦૫% (ર૦મીલી/૧૦લિ. પાણી)અથવા ટ્રાયજોફોસ ૦.૦૫% (૧ર.૫મીલી/૧૦લિ. પાણી)અથવા  એસીફેટ ૦.૦૭૫% (૧૦ગ્રામ/૧૦લિ. પાણી)પૈકી કોઈ૫ણ  એક દવાના ૧૫ દિવસના અંતરે  બે છંટકાવ કરવા.

તડતડિયા

થાયામેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ર.૮ ગ્રામ પ્રતિ કિેગ્રા બીજ દીઠ ૫ટ આપીને વાવવાથી મેથીમાં  તડતડિયાનું અસરકારક નિયંત્રણ મળે છે

જીઓકોરીસ   નામના ૫રભક્ષી ચૂસીયા તડતડિયાનું નિયંત્રણ કરે છે.

સફેદમાખી

સફેદમાખીના ૫રીક્ષણ માટે પીળા ચીકણા પિંજર હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા.

લીંબોળીના મીંજનું ૫ ટકાનું મિશ્રણ(૫૦૦ગ્રામ/૧૦લિ. પાણી)અથવા લીંબોળીનું તેલ (૩૦મીલી/૧૦લિ.પાણી)ના પંદર  દિવસના અંતરે  બે  છંટકાવ કરવા.

પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ

જીરાનો કાળીયો / ચરમી

એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.

ભેજવાળું વાતાવરણ રોગ માટે ખૂબજ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વિગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા  પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું.

વાવણી ૫હેલાં બીજને મેન્કોઝેબ અથવા થાયરમ પૈકી એક ફૂગનાશક દવાનો એક કિલો બીયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે ૫ટ આ૫વો.

પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સેમીના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી.

પિયત માટે કયારા  ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું પિયત આપી શકાય. વાદળછાયા અને ધુમ્મસ વાળા  વાતાવરણમાં પિયત આ૫વાનું ટાળવું.

વધુ ૫ડતા નાઈટ્રોજનયુકત ખાતરોથી છોડની વાનસ્૫તિક વૃઘ્ધિ વધારે થતાં રોગ ઝડ૫થી  ફેલાય છે. આ માટે છાણિયા ખાતરનો વધુ ઉ૫યોગ કરવો જોઈએ.

પાક ૩૫-૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૩૫ ગ્રામ/૧૦ લીટર) અથવા ડાયફેનકોનાઝોલ ૦.૦ર૫ ટકા (૧૦ મીલી/૧૦ લીટર)  તેમજ ર૫ મીલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી દવાનું દ્રાવણ છોડ ઉ૫ર ધૂમાડા સ્વરૂપે ૫ડે અને બધાજ છોડ પૂરેપૂરા ભીંજાય એ રીતે છાંટવું જોઈએ. આમ, ૧૦ દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવાથી રોગનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે.

જીરૂના પાકને ૫ સેમી ઉંડાઈના ફકત બે-ત્રણ પિયત આ૫વાથી પાકમાં ચરમી રોગની   તીવ્રતા ઓછી રહે છે.

જીરૂનો સુકારો

છાણીયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા પોલ્ટ્રી ખાતર ર.૫ ટન/હે. આ૫વાથી રોગના પ્રમાણમાં ઘટાડો થાય છે.

ગુવાર કે જુવારના પાક ૫છી જીરૂનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ઉનાળામાં ર-૩ વખત  ઉંડી ખેડ કરવી.

સુકારા પ્રતિકારક જાતો જેવીકે ગુ.જીરૂ-૩ અને ગુ.જીરૂ-૪ નું વાવેતર કરવું.

કાળી ચરમી કે કાળીયા રોગમાં જણાવ્યા પ્રમાણે બીજને દવાનો ૫ટ આ૫વો.

જીરૂનો ભૂકી છારો/ છાછિયો

સંરક્ષણાત્મક ૫ગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકીનો ર૫કિગ્રા/હે. પ્રમાણે સવારમાં છોડ ઉ૫ર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.

રોગ  દેખાય કે તરતજ ઉ૫ર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્રાવ્ય રૂ૫માં છંટકાવ કરવા માટે ર૫ ગ્રામ દ્રાવ્ય ગંધક અથવા કેલીકઝીન  ૭મીલી દવા  ૧૦ લીટર પાણીમાં ઓગાળી ર-૩ છંટકાવ કરવા.

ભૂકીરૂપે ગંધકનો છંટકાવ  સવારે છોડ ઉ૫ર ઝાકળ હોય ત્યારે જ કરવો જેથી ઝાકળના કારણે  ભૂકી છોડ ઉ૫ર ચોંટી રહે. ૫રંતુ દ્રાવ્ય ગંધક કે  કેલીકઝીનનો છંટકાવ દિવસે છોડ ઉ૫રથી ઝાકળ ઉડી ગયા ૫છી જ કરવો જેથી સુકા છોડ ઉ૫ર દ્રાવણ ચોંટી રહે.

જીરૂના પાકને ૫ સેમી ઉંડાઈના ફકત બે-ત્રણ પિયત આ૫વાથી પાકમાં ભૂકી છારા રોગની તીવ્રતા ઓછી રહે છે.

Thursday 22 June 2023

જગતની અપેક્ષાઓ અને તમારી મહત્વકાંક્ષાઓ ખરી પડ્યા પછી બાકી રહી ગયેલી તમારી મૂળભૂત જાતનો સહર્ષ સ્વીકાર એટલે સુખ.

૨૪ વર્ષની ઉંમરે ડિપ્રેશનથી પીડાઈ રહેલા એક લેખકે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. પ્લાન તો કંઈક એવો હતો કે એક પહાડની ટોચ પર પહોંચીને, ત્યાંથી કોઈ ઊંડી ખીણમાં જંપ મારી દેવો અને આ નિરર્થક જીવનનો અંત લાવી દેવો. લેખક એ પહાડની ટોચ સુધી પહોંચ્યા પણ ખરા. તેઓ કૂદકો મારવાની તૈયારીમાં જ હતા કે ધારની લગોલગ પહોંચતા જ તેઓ એક સેકન્ડ અટક્યા. જીવન ટૂંકાવી દેવાની એ ક્ષણે તેમને અનેક વિચારો આવ્યા. માતા-પિતાનો ચહેરો અને તેમનો પ્રેમ યાદ આવ્યો, પોતાની ગર્લફ્રેન્ડ યાદ આવી. તેમણે એ તમામ સુખદ શક્યતાઓનો વિચાર કર્યો જે જિંદગી તેમને ઓફર કરી શકે તેમ હતી, જો તેઓ જીવતા રહે તો ! નીચે પડ્યા પછી ધારો કે મૃત્યુ પામવાને બદલે તેઓ આજીવન પેરાલાઈઝ થઈ જાય, તો ઈ જીવતર કેટલું ભયાનક હશે ! આવા અનેક વિચારોને કારણે તેઓ નીચે ઉતરી ગયા અને ઘરે ચાલ્યા ગયા. 


એ પછી તેમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી. શરાબની લત છોડી. જીવનશૈલીમાં થોડાઘણા ફેરફારો કર્યા અને ડિપ્રેશન પછીના જીવન વિશે એક પુસ્તક લખ્યું, ‘Reasons to stay alive’ જે મહિનાઓ સુધી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ-સેલરના લીસ્ટમાં રહ્યું. નિરાશાની ખીણમાંથી આશાવાદનો પહાડ ચડીને ડિપ્રેશનનો જડબાતોડ જવાબ આપનારા એ લેખક એટલે મેટ હેઈગ. પણ આજે મારે તેમના પહેલાં પુસ્તકની વાત નથી કરવી. મારે વાત કરવી છે એમના એ પુસ્તકની જે ૨૦૨૧માં પ્રકાશિત થયું અને જે પુસ્તકે લોકોની જિંદગીઓ બદલી નાંખી. એ પુસ્તકનું નામ છે ‘ધ કમ્ફોર્ટ બુક’. જેવું નામ, એવું કામ. વાચકને રાહત, નિરાંત અને ટાઢક આપવાનું. એક એવું પુસ્તક જે વાંચ્યા પછી તમને ફરી એકવાર જીવવાની ઈચ્છા જાગે. 


જિંદગીથી નારાજ અને ઉદાસ થયેલી કોઈ વ્યક્તિને મારે કોઈ એક પુસ્તક સજેસ્ટ કરવાનું હોય, તો હું કહીશ ‘ધ કમ્ફોર્ટ બુક’. પાટા પરથી નીચે ઉતરી ગયેલી જિંદગીની રેલગાડીને ફરીથી ટ્રેક પર લાવવા માટે, આવું કશુંક વાંચવું જરૂરી છે. જો ફક્ત એક જ વાક્યમાં મારે તમને એ પુસ્તકનો સાર કહેવાનો હોય તો હું કહીશ કે લાખ તકલીફો અને નિરાશાના બળ સામે અડગ રાખેલી એક નાનકડી એવી આશા અનેકગણી વધારે તાકતવર હોય છે. આ પુસ્તકના પાનામાં શબ્દો નહીં, જિંદગી રહેલી છે. એમાંથી વીણેલા કેટલાક મોતી તમારી સાથે શેર કરું છું. 


જાતને પૂછાયેલો સૌથી અઘરો પ્રશ્ન હોય છે, ‘જો મને પ્રેમ કરવાવાળુ કોઈ જ ન હોય, તો પછી મારે કોના માટે જીવતા રહેવાનું ?’ તો એનો જવાબ છે, ‘તમારી એ ફ્યુચર-સેલ્ફ માટે જે આજ કરતા અનેકગણી ખુશ, ઉન્નત અને પરિપક્વ હશે. અને જીવતા રહેવા બદલ જે તમારો આભાર માનશે.’ 

=>

કોઈ કરે કે ન કરે, તમે ખૂબ બધા પ્રેમને લાયક છો. માટે હંમેશા સ્વ-કરુણા રાખજો. ઉદારતા રાખીને જાતને માફ કરી દેવાથી આ વિશ્વ વધુ સુંદર લાગશે. 

=>

દરેક ક્ષણનો સદુપયોગ જ કરવો, એવું જરૂરી નથી. આપણને ક્ષણો વેડફી નાંખવાનો પણ અધિકાર છે. 

=>

બાહ્ય પરિસ્થિતિઓ તટસ્થ હોય છે. જે ક્ષણે તે આપણા મનમાં પ્રવેશ કરે છે, તે જ ક્ષણે તેના પર ‘પોઝીટીવ’ કે ‘નેગેટીવ’નું લેબલ લાગે છે. કોઈ પણ પરિસ્થિતિની ગંભીરતા કે તીવ્રતાનો આધાર આપણા પરસેપ્શન પર રહેલો છે. કોઈ એક જ પરિસ્થિતિને જૂદા એન્ગલથી પણ જોઈ શકાય, એ હકીકત આપણને રાહત આપે છે. 

=>

જેમની પાસે તમે સલાહ માંગવા ન જતા હો, એવા લોકોની ટીકાને ગંભીરતાથી ન લેવી. 

=>

અલબત્ત જીવનમાં મિત્રો જરૂરી છે. પણ મિત્રો મેળવવા માટે તમારે ‘કોઈના જેવા’ કે ‘એમને ગમે એવા’ બનવાની જરૂર નથી. તમે એવા જ રહો, જેવા છો. દંભ કે દેખાડા વગર તમારી મૂળભૂત જાત પહેરીને જ ફરો અને લોકો સામેથી તમને શોધતા આવશે. 

=>

આશાનો સાવ સીધો અને સૌથી સરળ અર્થ થાય સુખદ શક્યતાઓનો સ્વીકાર. 

=>

એક જૂની અને મૃતપ્રાય થયેલી લવ-સ્ટોરીને જીવતી કરવાના પ્રયત્નોમાં આખું જીવન વેડફી નાંખવું નહીં. જ્યારે તમને ખરેખર જરૂર હતી ત્યારે જે ન મળ્યો હોય એવા પ્રેમનો મોહ રાખ્યા વગર સાવ કોરી પાટીએ એક નવી લવ-સ્ટોરીની શરૂઆત કરવી. તમે ભૂતકાળ, અન્ય કોઈ વ્યક્તિ કે એના મનમાં તમારા વિશે રહેલી ગેરમાન્યતાઓને બદલી શકવાના નથી. તો જૂનું ભૂંસીને ‘rewrite’ કરવાને બદલે, એક નવા પ્રકરણની શરૂઆત કરો. 

=>

સોશિયલ મીડિયા એક એવી બારી છે જ્યાં તમને સતત તમારી ઉણપ દેખાડવામાં આવે છે. તમને સતત એવી જિંદગીઓ, પાર્ટીઝ, પ્રવાસ અને પિક્ચર્સ દેખાડવામાં આવે છે, જે તમને અપૂર્ણ, અયોગ્ય કે ઇન્ફીરીયર ફીલ કરાવે છે. તે અન્યની જિંદગીના એક એવા ભ્રમિત અને આભાસી આનંદનું ટ્રેઇલર બતાવે છે, જે તમે નથી માણી રહ્યા એવું તમને લાગ્યા કરે છે. સોશિયલ મીડિયામાંથી એક ટૂંકો બ્રેક લેશો ત્યારે તમને સમજાશે કે સ્ક્રોલ અને એક્સ્પ્લોર કરવા જેવું ખરું વિશ્વ તો આપણી અંદર પડ્યું છે. 

=>

વરસાદ રોકવાના પ્રયત્નો કરવા કરતા એમાં ભીંજાઈ જવાનો આનંદ લેતા શીખવું વધારે યોગ્ય રહેશે. 

=>

સર્જનાત્મકતા, સફળતા કે ઉત્પાદન દ્વારા સતત આપણા અસ્તિત્વને સાર્થક કરતા રહેવું, એવું બિલકુલ જરૂરી નથી. 

=>

એકલતાનો ઉપાય વધારે લોકોની હાજરી નથી. એકલતાનો ઉપાય જાત પ્રત્યેની સમજણ અને સ્વીકાર છે. 

=>

જેઓ તમને ક્યારેય સમજી શકવાના નથી, એવા લોકોને સમજાવવા, મનાવવા કે ખુલાસો આપવામાં જાતને વેડફી નાંખવી નહીં. 

=>

અન્ય લોકોના મન, વિચાર કે અભિપ્રાયમાં ક્યારેય તમારી સેલ્ફ-વર્થ શોધવાનો પ્રયત્ન કરવો નહીં. એ ફક્ત તમારી અંદર જ રહેલી છે. એ બીજે ક્યાંય નહીં મળે. 

=>

જાતને હેરાન, પરેશાન કે દુઃખી કરવા કરતા અન્યની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવું સારું. 

=>

ચિંતા, ઉદ્વેગ અને બેચેનીનો શ્રેષ્ઠ ઉપાય શોખ, કુતુહલવૃત્તિ કે પેશન છે. (જગતની કોઈપણ અકળામણ કે ગભરામણનું કોમન સોલ્યુશન વિસ્મય અને રોમાંચ છે.) 

=>

જગતની અપેક્ષાઓ અને તમારી મહત્વકાંક્ષાઓ ખરી પડ્યા પછી બાકી રહી ગયેલી તમારી મૂળભૂત જાતનો સહર્ષ સ્વીકાર એટલે સુખ. 




Sunday 8 January 2023

ખાવામાં સીંગતેલ,તલતેલ સિવાયનો ઉપયોગ એટલે અકાળે મોત

ખાવામાં સીંગતેલ,તલતેલ સિવાયનો ઉપયોગ એટલે અકાળે મોત


એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું ? 


તેમનો જવાબ ખુબ માર્મિક હતો..


 "જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેનું તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...


 શું આપણે કપાસિયા મોઢામાં નાખી ખાઈ શકીએ ? 


 સૂર્યમુખી ના બી કોઈ વાર નાખજો મોઢા માં... 


 ચોખા ના વળી તેલ નીકળે ? 


આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખવું  ?


ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ ઓલિવ તેલ ખાવાનો પણ ક્રેઝ છે..  પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ સીંગતેલ ની બોલબાલા છે..

તમને ઓલિવ તેલ ના પાટે ચડાવી કેન્સર જેવી બીમારીના ભોગ બનાવી દીધા


BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ ? તેમાં કેટલું ઝેર હોય અને કેટલી જીવાત??


એક વાર ઘાણી માં જઈને જોજો..  ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...

સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે ?

આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..


રહી વાત બદામ ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો ?

દક્ષિણ ભારત માં ખાસ કરીને કેરલમાં  કોપરા નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

આપણે ત્યાં  સદીઓ થી તલ અને સીંગ ના તેલ ની બોલબાલા છે.. 

પણ ઓલી તેલની જાહેરાત માં આવે અને તમે દર મહિને મૂર્ખા બની તેલ બદલી નાખો !

કેટલાક વળી મહા મૂર્ખા કોલર ઊંચો કરી ને કહેતા ફરે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈએ..... અરે અક્કલમઠા ખાટલા માં ટરફડી વહેલો મરીશ


અમેરિકા માં થયેલ સંશોધન મુજબ  ઘાણી નું  સીંગતેલ જ વિશ્વ નું શ્રેષ્ઠ તેલ છે...

દરેક હાલતું  ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા નાં  તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...

મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધબકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં રાતડી રાણ્ય જેવા રહેવું હોય તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું કાળા તલ નું અને મગફળીનું સીંગતેલ આખા વર્ષ માટે ભરી લો... 

જ્યાં સુધી ઠંડી હોય તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા અને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી તરત ખાઈ લેવું  ..


 (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા BT કપાસનાં તેલ માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )


ઘણાં પાછા એકદમ દોઢા થાય.... અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાજું  જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તૈયાર થાય અને ભુરવા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..


શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું ?

અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. ..  મજા  આવશે..


બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે ,એ લોકો પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ જ લાવી ને ખાઈ રહ્યા છે..


રમેશાનંદ શાસ્ત્રી - કૃષિ, જ્યોતિષ,આયુર્વેદ ચિકિત્સક

Monday 27 September 2021

વી આર અ ફેમિલી

 ગઈકાલે મારી ઓપીડીમાં, મેં એક અદભૂત દ્રશ્ય જોયું. અને મને લાગ્યું કે મારે એ તમારી સાથે શેર કરવું જોઈએ. ૮૫ વર્ષના એક વડીલ દર્દીના પ્રોસ્ટેટ એક્ઝામીનેશન પછી, મેં તેમને કહ્યું ‘તપાસ થઈ ગઈ છે. તમે કપડા પહેરી શકો છો.’ એમને કપડા પહેરવામાં મદદ કરવા માટે ત્યાં એક નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં પણ તેમણે પોતાના દીકરાને સાદ પાડ્યો. દીકરાનું નામ લઈને તેમણે કહ્યું, ‘એક મિનીટ આવજે તો.’


‘હા, પપ્પા’ કહીને તાત્કાલિક તેમનો Early 60sમાં રહેલો દીકરો ઉભો થયો. પપ્પાનું પેન્ટ પકડીને તેમના દીકરાએ વિનમ્રતાથી નર્સિંગ સ્ટાફને કહ્યું, ‘તમે રહેવા દો. હું જ પહેરાવી દઈશ.’


એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં પણ, એ પછીનું દ્રશ્ય મારી આંખો પલાળતું ગયું. બહુ જ શાંતિથી વ્યવસ્થિત રીતે તેમણે પપ્પાને કપડા પહેરાવી આપ્યા. શર્ટ ઈન કરી દીધું, વાંકા વળીને પેન્ટનું બટન બંધ કર્યું, ઝીપ બંધ કરી આપી અને બેલ્ટ બાંધી દીધો. એક જમાનામાં જે રીતે એમના પપ્પાએ એમને નિશાળે જતી વખતે યુનિફોર્મ પહેરાવ્યો હશે, એટલા જ ઉત્સાહ અને સ્વેચ્છાએ તેમણે પપ્પાને કપડા પહેરાવ્યા. 


‘આની પાસે આ બધું કરાવવું, મને નથી ગમતું. પણ શું કરું ? હું એના પર ડીપેન્ડન્ટ થઈ ગ્યો છું.’ વડીલે થોડા અણગમા અને લાચારી સાથે કહ્યું.

દીકરાએ તરત જવાબ આપ્યો, ‘હું પણ તમારા પર ડીપેન્ડન્ટ જ છું ને, ઈમોશનલી !’


વાહ, ક્યા બાત ! આવી એક સૂક્ષ્મ ઘટનાએ મારો દિવસ સુધારી દીધો. કેટલાય વડીલોને એવું લાગતું હશે કે તેઓ પોતાના સંતાનો પર ડીપેન્ડન્ટ છે. નાના નાના કામ માટે, સૂક્ષ્મ જરૂરીયાતો માટે, કેટલીક દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમણે ‘અન્ય’ લોકો પર નિર્ભર રહેવું પડે છે, એવો વસવસો કેટલાય વડીલોને થતો હશે. મારા જ સસરાને ક્યારેક એવું લાગે છે કે તેઓ એમની દીકરી પર ડીપેન્ડન્ટ છે.


હકીકત એ છે કે We all are inter-dependent. જીવનના દરેક તબક્કે કાં તો ઈમોશનલી ને કાં તો ફિઝીકલી આપણે કોઈ અન્ય વ્યક્તિ પર નિર્ભર હોઈએ છીએ. એ વ્યક્તિને આપણે સ્વજન કહીએ છીએ. આપણા પર ફિઝીકલી ડીપેન્ડન્ટ રહેલા લોકો ફક્ત એ જ કારણથી આપણી સાથે રહેતા હોય છે કારણકે આપણે તેમના પર ઈમોશનલી ડીપેન્ડન્ટ હોઈએ છીએ. 


યુનિફોર્મના બટન બંધ કરતા નહોતું આવડતું ત્યારે બાળક તરીકે આપણને ક્યારેય એવું નથી લાગ્યું કે આપણે મમ્મી-પપ્પા પર ડીપેન્ડન્ટ છીએ. તો જ્યારે સમયનું ચક્ર ‘રિવર્સલ ઓફ રોલ્સ’ની માંગણી કરે છે, ત્યારે વડીલોને એવું શું કામ લાગવું જોઈએ કે તેઓ સંતાનો પર બર્ડન છે. સંતાનો પાસેથી શારીરિક, આર્થિક કે ભાવનાત્મક મદદ મેળવી રહેલા તમામ વડીલોએ કોઈપણ જાતની ગીલ્ટ રાખ્યા વગર એ યાદ રાખવું રહ્યું કે આ લણણીની સીઝન છે. આતો એ જ ઉગી રહ્યું છે, જે તમે વાવેલું. તો એમાં ગીલ્ટ શેનું ? અફસોસ શેનો ? 


એક જવાબદાર વાલી તરીકે કોઈ એક જમનામાં તમે બાળકમાં કરેલા ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું, જો આટલા વર્ષો પછી જીવનના છેલ્લા તબક્કામાં તમને રીટર્ન્સ મળી રહ્યું હોય, તો એમાં શરમ શેની ? એ તો ગર્વની બાબત હોવી જોઈએ કે મારો દીકરો મને કપડા પહેરાવે છે. 


સ્વાવલંબી જીવતા શીખી ગયેલું આ શરીર જ્યારે જીર્ણ થાય છે ત્યારે એને હ્યુમન કનેક્શન અને કુટુંબનું મહત્વ સમજાય છે. કોઈપણ જાતની અકળામણ, ગુસ્સો કે નારાજગી વગર પૂરી સ્વેચ્છા અને વિલિંગનેસથી વડીલોની સેવા કરી રહેલા સંતાનો, એમણે બાળપણમાં મેળવેલી કેળવણી, પ્રેમ અને હૂંફના બ્રાંડ-એમ્બેસેડર છે. 


પથારીવશ થઈ ગયેલા પપ્પાના ડાયપર બદલવા પડે, એ પરવશતા કે લાચારી નથી. એ રિવર્સલ ઓફ રોલ છે. આપણા લાખ ન ઈચ્છવા છતાં પણ, ધીમે ધીમે વૃદ્ધ થઈ રહેલા આપણે દરેક ક્ષણે ડીપેન્ડન્સી તરફ આગળ વધી રહ્યા છીએ. કોઈના પર ડીપેન્ડન્ટ ન રહેવું, એ આપણા હાથમાં જ નથી. ખાસ કરીને જીવનના છેલ્લા ચરણ કે માંદગી દરમિયાન. 


એના કરતા આ interdependence ને જ સ્વીકારી અને ઉજવી લઈએ તો ? આફ્ટર ઓલ, કુટુંબ વ્યવસ્થાની રચના કદાચ એટલે જ કરવામાં આવી હશે. એ જીવનની શરૂઆત હોય કે અંત, જો આપણે કોઈના પર ડીપેન્ડન્ટ રહી શકીએ અને કોઈપણ ભાર વગર આપણી એ નિર્ભરતા સ્વીકારી લેવામાં આવે, તો સમજવું કે વી આર અ ફેમિલી. 

-ડૉ. નિમિત્ત ઓઝા

Saturday 25 September 2021

જીવનદાન......

 જીવનદાન......


પ્રણવી માંકડ અને પ્રહર્શ શાહ......આ બે નામ વડોદરા ની મ. સ. યુનિવર્સિટી મા ખૂબ જ આદર થી લેવાતા નામ હતાં. બી. કોમ. ના છેલ્લા વર્ષ મા અભ્યાસ કરતી આ પારેવા સમાન બેલડી આમ તો ધોરણ ૯ થી સાથે નિશાળ મા હતી અને પછી ધીરે ધીરે તેમની મિત્રતા એક ઓર પગથિયું ચડી ને પ્રણય ના પગથિયે પગરણ માંડી ચૂક્યું હતું. જીવન ના આ પ્રવાસ ને વધુ સુખમય બનાવવા ના એક બીજા ને કૉલ અપાઈ ચૂક્યા હતા. પ્રણવી અને પ્રહર્શ, બન્ને ખૂબ જ સમજુ અને પરિપકવ હોવા ઉપરાંત કુટુંબ પ્રેમી પણ હતા એટલે નક્કી એવું થયું હતું કે કૉલેજ નું છેલ્લું વર્ષ પુરું થાય એટલે પોતપોતાના ઘરે તેમના સંબંધો ની જાણ કરી દેવી અને પછી આગળ નો અભ્યાસ શરૂ કરી અને તેને પૂર્ણ કરી અને કારકિર્દી રૂપે ઠરીઠામ થયા પછી લગ્નગ્રંથિથી જોડાવું. બસ....આવા હતા તેમના વિચારો અને આ વિચારો અને આશા ને સહારે આવનારી ખુશહાલ જિંદગી ના મધુર સપનાઓ મા વિહરતા આ બન્ને પારેવા ની જોડી આવનારી મધ્યસ્ત પરીક્ષાઓ ની તૈયારી મા લાગી ચૂકી હતી.


પરિક્ષા પૂર્ણ થઈ ચૂકી હતી. હવે છેલ્લા ૬ મહિના બાકી રહ્યા હતા કૉલેજ જીવન પૂરા થવા મા. એવામાં વાર્ષિક મેળાવડા ની જાહેરાત થઈ અને ભાગ લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ પોતાનું નામ નોંધાવવા લાગ્યા. રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નાટક, નૃત્ય, સંગીત અને વ્રકતુત્વ સ્પર્ધાઓ યોજાવાની હતી. પ્રણવી અને પ્રહર્શ એ પણ પોતાનું નામ નોંધાવી દીધું હતું. પ્રણવી એ પોતાનું નામ નૃત્ય સ્પર્ધા મા અને પ્રહર્શ એ પોતાનું નામ સંગીત સ્પર્ધા મા નોંધાવી દીધું હતું. એક આખું અઠવાડિયું આ વાર્ષિક કાર્યક્રમો ચાલવાના હતા. આખી કૉલેજ જાણે કે એક નવોઢા ની માફક શણગારી હતી. ડી. એન. હૉલ ગ્રાઉન્ડ ઉપર રમત ગમતો અને ચં.ચી. મહેતા ઓડીટોરિયમ મા નાટક, નૃત્ય, ગીત સંગીત અને વ્રકતુત્વ સ્પર્ધાઓ યોજાવાની હતી. અને ધારણા પ્રમાણે પ્રણવી અને પ્રહર્શ, બન્ને એ પોતપોતાની સ્પર્ધાઓ મા બાજી મારી અને પ્રથમ પારિતોષિક મેળવ્યું. પરિણામ ની જાહેરાત થઈ ત્યારે આખું ઓડીટોરિયમ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યું હતું. અધ્યાપકો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સહ વિદ્યાર્થીઓ, સહુ કોઈ પ્રણવી અને પ્રહર્શ ઉપર અભિનંદન ની અભિવર્ષા કરી રહ્યા હતા. પ્રણવી અને પ્રહર્શ પણ સસ્મિત દરેક નું અભિવાદન ઝીલી રહ્યા હતા. અને આમ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થઈ. સહુ કોઈ વિખેરાવા લાગ્યા. રાત ના ૯ નો સુમાર હશે. પ્રહર્શ અને પ્રણવી પણ પાર્કિંગ મા મૂકેલા તેમના વાહનો તરફ હળવે હળવે ચાલી રહ્યા હતા. બન્ને ની નજર જમીન સરસી હતી....પ્રણવી ની અનામિકા (ટચલી આંગળી) પ્રહર્શ ની અનામિકા ને આંટી વાળી ને તેમના પ્રગાઢ સંબંધો ની સાક્ષી પૂરી રહી હતી. શ્વેત રંગ ના સલવાર કમીઝ મા પ્રણવી એક આસમાની પરી થી પણ વિશેષ લાગતી હતી, જ્યારે પ્રહર્શ પણ કઈં ઓછો ઉતારે એવો નહોતો.....આસમાની રંગ નો ઝભ્ભો અને શ્વેત રંગ નો ચોરણો ધારણ કરી ને તે પણ કોઈ સ્વર્ગ ના ગાંધર્વ જેવો લાગતો હતો. બન્ને જણ પાર્કિંગ ક્ષેત્ર મા આવી પહોંચ્યા હતા. વાતાવરણ મા અપાર શાંતિ છવાયેલી હતી....ક્યાંક ક્યાંક કોઈ તમરાઓ નો અવાજ આ નીરવતા નો ભંગ કરી રહ્યો હતો. વાતાવરણ મા રાત ની ઠંડક અને તેમાં જ પ્રસરેલા પ્રહર્શ અને પ્રણવી ના પ્રેમ નો ગરમાટ વાતાવરણ ને વધુ હૂંફાળું બનાવી રહ્યું હતું......અને પ્રહર્શ એ તેના શબ્દો છેડ્યા....."પ્રણું, હવે ૨-૩ મહિના મા જ આ છેલ્લું સત્ર પણ પૂર્ણ થશે, મને લાગે છે કે આપણે હવે ધીરે ધીરે આપણા ઘરે જાણ કરી દેવી જોઈએ...અને આ જ વખત છે, તને શું લાગે છે?" પ્રહર્શ એ પ્રણવી ઉપર પ્રશ્ન છોડ્યો.......પ્રત્યુત્તર મા પ્રણવી "પાશુ....તારી વાત સાચી છે....હું પણ એજ વિચાર મા હતી કે હવે આગળ કેવી રીતે ધપવું? તને તો ખબર જ છે કે અમારું કુટુંબ થોડું રૂઢિચુસ્ત છે, તદુપરાંત અમે નાગર છીએ એટલે થોડું વધારે, પણ વાત તો કરવી જ પડશે...હું વિચારી રહી છું કે કેવી રીતે મારે વાત મારા મમ્મી પપ્પા સમક્ષ મૂકવી". પ્રહર્શ એ ઊંડો શ્વાસ ખેંચ્યો અને...."પ્રણુ, બધું સારું જ થશે....મારું મન કહે છે કે કોઈ જ વાંધો નહીં આવે.... આપણો પ્રેમ એકદમ પવિત્ર અને નિસ્વાર્થ છે....ઈશ્વર પણ આપણી સાથે છે.....પ્રણુ, સાચું કહું તું મારા કણ કણ મા છે....મારા હૃદય મા ધબકી રહી છે...તારા વગર ની જિંદગી ની હું કલ્પના પણ નથી કરી શકતો"....પ્રહર્શ એ પોતાનું હૃદય ઠાલવી દીધું પ્રણવી સમક્ષ...પ્રણવી એ પ્રહર્શ ની હથેળી ને હૃદયસરસી ચાંપી ને....."પાશુ, તું પણ મારા દરેક શ્વાસ મા સમાયેલો છે....મારા હૃદય નો શ્વાસ છે તું......તારા વિચારો થી જ મારું હૃદય ધબકી રહ્યું છે" એકમેક ને હૈયાધારણ આપી, બન્ને પોતપોતાના વાહનો ઉપર સવાર થઈ ને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા. રાત નો વખત હતો એટલે પ્રહર્શ પ્રણવી ની સાથે તેના ઘર થી થોડો આઘે સુધી મૂકી ને પરત પોતાના ઘર તરફ વળ્યો. અને આમ દિવસ પૂરો થયો.


પ્રણવી ના ઘર ના દીવાનખંડ મા ભારપૂર્વક શાંતિ છવાયેલી હતી. પ્રણવી ના પિતા જયદીપ ભાઈ અને માતા જયગુણા બેન એકદમ ગંભીર મુખવટો ધારણ કરી ને બેઠા હતા. પ્રણવી પોતાની વાત મૂકી ચૂકી હતી, જે કદાચ જયદીપ ભાઈ અને જયગુણા બેન ના ગળે નહોતી ઉતરી. જયદીપ ભાઈ એ પોતાનો અસંમતિ નો સુર છેડ્યો..."જો બેટા, તું કહે છે તે બધી વાત સાચી પણ આ શક્ય નથી.... આપણા કુટુંબ મા પહેલાં કોઈ વખત આવું થયું નથી, તું અમારી એક ની એક દિકરી છો એટલે જ તેને પ્રેમ થી સમજાવીએ છીએ કે અહીં થી તું પાછી ફરી જા.... આપણે નાગર અને એ લોકો વાણિયા, ભલે બીજા કુટુંબો મા આવું થતું હશે પણ મારા કુટુંબ મા આવું થાય તે મને અને તારી મમ્મી ને મંજુર નથી. તારા માગા આવવા લાગ્યા છે અને એક એક થી ચડિયાતા છોકરા અને કુટુંબ મા થી..... અમને લાગે છે કે તારે પ્રહર્શ ને હકીકત ની જાણ કરી દેવી જોઈએ.....તું ના કહી શકતી હોય તો આ કામ પણ હું કરવા તૈયાર છું.....અમારે બીજું કઈં કહેવું નથી"....આટલું કહી ની જયદીપ ભાઈ સોફા ઉપર થી ઉભા થયા.... જયગુણા બેન પણ તેમના પતિ ના ઉચ્ચારેલા વિધાન ને મુક સંમતિ આપતા હોય તેમ એ પણ ઉભા થયા અને ત્યાંથી બન્ને જણા પોતાના શયનખંડ મા જતા રહ્યા. પ્રણવી જડ ચેતન ની અવસ્થા મા બેસી રહી હતી.....આટલા વર્ષો નો પ્રહર્શ સાથે ના સંબંધ એક ચિત્રપટ ની માફક તેની નજર સમક્ષ ઉપસી આવ્યા. અને એ ચિત્રપટ ને વહેવા માટે વેગ આપી રહ્યા હતા તેના અશ્રુઓ. લગભગ કલાક એક જેટલું બેસી રહી પ્રણવી. તે દરમિયાન જયદીપ ભાઈ કોઈક કામ અર્થે ઘર ની બહાર પ્રણવી તરફ એક અછડતી નજર કરી ને નીકળી ગયા હતા અને જયગુણા બેન પણ રસોડા મા રોજિંદા કાર્યો મા વ્યસ્ત થઈ ગયા. ખૂબ ભારે પગલે પ્રણવી ઊભી થઈ ને કૉલેજ જવા નીકળી....આજે વાહન ચલાવતી વખતે તેના મન મા ઘમાસાણ મચી ગયું હતું....તેને સૂઝતું નહોતું કે પ્રહર્શ ને કેવી રીતે જાણ કરશે કે જે સપનાઓ નું પ્રેમ રૂપી લાગણીઓ થી સિંચન કર્યું હતું તે ક્યારીઓ અચાનક સુકાઈ ગઈ હતી. વિચારો મા અને વિચારો મા ક્યારે કૉલેજ આવી ગઈ તે ખબર જ ના પડી. પોતાનું એક્ટિવા પાર્કિંગ મા મૂકી ને ધીરે પગલે તેના કક્ષ તરફ ચાલવા લાગી, અને ત્યાંજ પાછળ થી પ્રહર્શ....."પ્રણુ, ઊભી રહે...હું આવી જ ગયો છું..... પિરિયડ પૂરો થાય એટલે કેનટીન મા જઈશું.....એક સરસ વાત કરવાની છે...અત્યારે મોડું થાય છે....ચાલ જલ્દી". પ્રણવી કોઈ જ પ્રતિભાવ ના આપી શકી, જે કદાચ પ્રહર્શ ની પણ જાણ મા નહોતું આવ્યું. પિરિયડ પૂરો થયો. પ્રણવી અને પ્રહર્શ કેનટીન મા આવ્યા...."તું કઈં ખાઈશ, પ્રણુ?" પ્રહર્શ ના પૂછવા ઉપર પ્રણવી એ ફક્ત નકાર મા ડોકું ધુણાવ્યું..આમ પણ તેને આજે કઈં ખાવા કે પીવા ની ઈચ્છા નહોતી.... એ તો એક કઠપૂતળી ની માફક વર્તી રહી હતી.....તેમ છતાં પ્રહર્શ એ બે ચા નો ઓર્ડર આપી દીધો......પ્રહર્શ આજે કંઇક વધુ ઉત્સાહ મા હોય તેમ જણાતું હતું....અને તેના આ ઉત્સાહ એ શબ્દો નું આવરણ ઓઢ્યું..."પ્રણુ, તું ધારી પણ નહીં શકે એવા સમાચાર તને આપવાનો છું....બોલ, શું હશે? તને ધારી ને કહેવા માટે ૨ મિનિટ નો સમય આપું છું" પણ આજે પ્રણવી તો ખુદ પોતાના મન થી અળગી હતી....ધારવા ની તો શક્તિ ક્યાં હતી આજે? "તું જ કહી દે ને પાશૂ...ધારવા માટે શું કામ સમય બગાડવો છે?" પ્રણવી ને આટલું બોલતાં બોલતાં હાંફ ચડી ગઈ હતી......."ok.... ચાલ, હું જ કહી દઉં....." પ્રહર્શ એ પોતાની વાત આગળ વધારી....."પ્રણુ, આપણા સંબંધો ઉપર એક મહોર લાગી ચૂકી છે......હા, પ્રણુ.... મારા મમ્મી પપ્પા ને આપણો સંબંધ મંજૂર છે અને આજે કૉલેજ પૂરી થયા પછી હું તને ઘરે મારા મમ્મી પપ્પા ને મળવા લઈ જઈશ......બોલ....છે ને જોરદાર સમાચાર.....તે નહોતું ધાર્યું ને?" પ્રણવી એકીટશે તેને જોઈ રહી.... મન માં વિચારી રહી હતી કે જે નથી ધાર્યું હોતું તે જ થતું હોય છે....હવે વારો હતો પ્રણવી નો....તેની જીભ ઉપર જાણે કે હજાર મણ નો પત્થર મૂકી દીધો હતો....કહેવું હતું પણ જીભ નહોતી ઉપડતી....હોઠ ફફડી રહ્યા હતા પણ શબ્દો ને પણ આજે ગ્રહણ લાગી ગયું હતું....તેમ છતાં માંડ માંડ સઘળી હિંમત એક્ઠી કરી ને પ્રણવી બોલી "પાશૂ, જો ધ્યાન થી સાંભળ.... મેં પણ મારા ઘરે આપણી વાત કરી...અને....." પ્રહર્શ એ તેને અધવચ્ચે થી જ અટકાવી અને "અને તારા મમ્મી પપ્પા પણ કબૂલ થઈ ગયા છે.....એમ જ કહેવા માગે છે ને, પ્રણુ? મને ખાતરી જ હતી કે બધું સારું જ થશે".....અને પ્રણવી નો સ્વર થોડો ઉંચો થયો "નથી કબૂલ થયા, પાશૂ.....નથી કબૂલ થયા...." પ્રણવી નો સ્વર એટલો ઊંચો હતો કે ત્યાં હાજર વિદ્યાર્થીઓ પણ તેમની તરફ જોવા લાગ્યા....થોડી ક્ષોભજનક સ્થિતિ મા મુકાઈ ગઈ પ્રણવી....પણ પ્રહર્શ માટે તો જાણે સમય રોકાઈ ગયો હતો....તે ફાટી આંખે પ્રણવી ને જોઈ રહ્યો....તેને વિશ્વાસ નહોતો બેસતો કે તે જે સાંભળી ચૂક્યો હતો તે પ્રણવી ના મોઢે થી કહેવાયેલું વાક્ય હતું......તેમ છતાં તે હાર માને તેવો નહોતો...."ના પ્રણુ, તું મજાક કરે છે......પણ આવી મજાક મહેરબાની કરી ને મારી સાથે ના કરીશ.....જો તો ખરી મારું હ્રુદય કેવું જોર જોર થી ધડકી રહ્યું છે....સાચું કહે શું કહ્યું તારા મમ્મી પપ્પા એ? એ લોકો પણ માની જ ગયા છે ને? બોલ પ્રણુ બોલ....હવે બહુ થઈ મજાક". પ્રહર્શ લગભગ બેબાકળો થઈ ગયો હતો.....અને હવે પ્રણવી ના શબ્દો ગોઠવાયા...."પાશૂ, મેં જે પણ કંઈ કહ્યું તે કમનસીબે સત્ય છે...મારા મમ્મી પપ્પા ને આપણો સંબંધ મંજૂર નથી...તને યાદ હોય તો મેં તને કહ્યું હતું કે અમારું કુટુંબ રૂઢિચુસ્ત છે અને એ રૂઢિચુસ્તતા નો ભોગ આજે આપણા સંબંધો બની ગયા" પ્રણવી ના અશ્રુઓ મારફત આજે તેમના સંબંધો પણ જાણે વહી રહ્યા હતા....બે માંથી એક પણ આજે આ વહી જતા સંબંધો ને પકડી શકવાની પરિસ્થિતિ મા નહોતા.....કદાચ આજે સંજોગો પણ તેમની વિરુદ્ધ હતા. વાતાવરણ મા શિથિલતા આવી ગઈ હતી. ટેબલ ઉપર પડેલા ચા ના ભરેલા કપ મા ઠંડી થઈ ગયેલી ચા ની માફક આજે પ્રણવી અને પ્રહર્શ નો સંબંધ પણ શિથિલ અને ઠંડો થઈ ચૂક્યો હતો.....સમજો કે મૃતપાય અવસ્થા મા આવી ગયો હતો. ૭ વર્ષ ના સંબંધ ના શ્વાસ આજે અચાનક અટકી ગયા હતા. અને સમય ની સાથે સાથે સંબંધ પણ વહી ચાલ્યો...ક્યાં, એ તો ખુદ પ્રણવી અને પ્રહર્શ પણ નહોતા જાણતા.......


સમય નો કાંટો કોઈ ની પણ શેહ શરમ રાખ્યા વગર ફરતો રહે છે.....નામ છે તેનો નાશ છે, પણ સમય એક એવો છે કે તે દીર્ઘાયુ છે.....તેનો અંત નથી.....કાળક્રમે પ્રણવી ના લગ્ન નાગર જ્ઞાતિ મા જ વ્યવસાયે વકીલ એવા સંભવ ઘારેખાન સાથે થઈ ગયા. ખૂબ જ સારું કુટુંબ હતું. સંભવ ના પિતા સિતાંશુ ઘારેખાન પણ એક નામી વકીલ હતા. આ બાજુ પ્રહર્શ પણ બેંગલોર સ્થાયી થઈ ગયો હતો. આધારભૂત સૂત્રો થી એવી બાતમી મળી હતી કે તેણે લગ્ન નહોતા કર્યા. કદાચ તે હજી પણ પ્રણવી સિવાય બીજા કોઈ વિશે વિચારી નહોતો શકતો. અને હવે તો પ્રણવી નો વસ્તાર પણ વધ્યો હતો તેને એક દીકરો હતો, વિવાન જે હજી ૨ વર્ષ નો જ હતો. આમ સમય ચક્ર અને સંસાર ચક્ર ચાલ્યે જતું હતું.


ઘડિયાળ મા કોઈ પણ સમય દિવસ મા બે વખત આવતો હોય છે.... દાખલા તરીકે ૧૨ નો સમય અત્યંત ઉજાસ ભર્યા વખત મા પણ હોય છે અને મધ્યરાત્રિ એટલે કે અંધકાર મા પણ હોય છે.....તેવું જ જીવન નું છે.......પ્રણવી ના જીવન મા પણ ઉજાસભર્યા દિવસ પછી રાત્રિ ના અંધકાર નો પગરવ થઈ ચૂક્યો હતો. છેલ્લા ઘણા વખત થી તેનો રક્તસ્રાવ ઉચ્ચ થઈ રહ્યો હતો (high blood pressure), જેને લીધે તેને ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.....થોડું ચાલતી ત્યાંજ હાંફી જતી હતી. શહેર ના એક નામી હૃદયરોગ ના નિષ્ણાંત પાસે તેને લઈ ગયા.....પ્રાથમિક તપાસ ના રિપોર્ટ ઉપર થી એવું સિધ્ધ થયું કે તેનું હૃદય ફક્ત ૨૫% જ કામ આપતું હતું, જે મહદઅંશે નાજુક પરિસ્થિતિ હતી. ડૉકટર એ બીજા બધા ટેસ્ટ પણ કરાવ્યા અને યોગ્ય ઇલાજ પણ શરૂ થઈ ગયો હતો, પણ કેમ કરી ને પણ સારવાર અને દવાઓ ને પ્રણવી યોગ્ય પ્રતિભાવ નહોતી આપી રહી. ડૉકટર પણ બધી જ કોશિશ કરી ચૂક્યા હતા....બીજા નિષ્ણાંતો ના અભિપ્રાય પણ લઈ જોયા હતા પણ દરેક નો એક જ સૂર હતો. દિવસે દિવસે પ્રણવી ની તબિયત કથળતી જતી હતી...હવે તો તે બોલે ત્યાં જ થાક લાગી જતો હતો.....તેને હોસ્પિટલ મા દાખલ કરી જ દીધી હતી. સંભવ સહિત કુટુંબ ના અન્ય સભ્યો પણ હોસ્પિટલ મા હાજર હતા. ત્યાંજ નર્સ આવી ને સંભવ ને તાકીદ કરી કે ડૉક્ટર તેને તેની ચેમ્બર મા બોલાવે છે. ચિંતાતુર વદને સંભવ ડૉક્ટર ની ચેમ્બર મા પ્રવેશ્યો. ડૉકટર ના મુખ ના હાવભાવ જોતા એમ લાગતું હતું કે તે પણ થોડા ચિંતા મા હતા....."આવો સંભવ ભાઈ, બેસો" ડૉક્ટર એ સંભવ ને બેસવા ની તાકીદ કરી....સંભવ ડૉક્ટર પાસે થી જ કંઇક સાંભળવાની અપેક્ષા સાથે તેમની સમક્ષ જોઈ રહ્યો....."સંભવ ભાઈ, as a doctor, I should not hide the medical condition of the patient with their family members....your wife's condition is very critical....she isn't responding to any of our treatment, which is quite serious....we have only one alternative left out and that's heart transplant. I have consulted other cardiologist and they have also opined the same.... સંભવ ભાઈ.... આપણી પાસે આજ વિકલ્પ રહ્યો છે, બાકી આપણે બધા જ પ્રયત્નો કરી જોયા પણ આપણને સફળતા નથી મળી" સંભવ માટે ડૉક્ટર નું આ કહેણ એક વજ્રઘાત જેવું હતું. પ્રણવી ને બચાવવી તે અત્યારે તેના જીવન નું ધ્યેય બની ગયું હતું....વિવાન પણ હજી ઘણો જ નાનો હતો. આમ જોવા જાવ તો તેની પાસે પણ આ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો....."ડૉક્ટર સાહેબ, I got your concern, પણ heart transplant માટે તો કોઈ દાતા જોઈએ અને તે ક્યાંથી લાવવો? આ રક્તદાન નથી કે ૪ જણ ઉભા રહી જશે....આ તો હ્રુદય પ્રત્યારોપણ છે....કોઈક વ્યક્તિ નું હ્રુદય કાઢી ને બીજા વ્યક્તિ મા રોપણ કરવું....કેવી રીતે કરીશું?" સંભવ ના અવાજ મા ભારોભાર ચિંતા અને શંકા નો સુર આવતો હતો......ત્યાંજ ડૉક્ટર બોલ્યા....."સંભવ ભાઈ, તમારી સાથે વાત કર્યા પહેલા મેં મારી કોશિશ ચાલુ કરી દીધી છે....બાકી God is great". સંભવ ડૉક્ટર ની ચેમ્બર મા થી બહાર નીકળ્યો....બહાર તેના કુટુંબીજનો તેની રાહ જ જોતા હતા. દરેક ને સત્ય હકીકત જણાવી. હવે સંભવ ની સાથોસાથ બીજા બધા પણ ચિંતા મા ગરકાવ થઈ ગયા.


બીજે દિવસે સવારે લગભગ ૧૦ નો સુમાર હશે અને નર્સ સંભવ પાસે ઉતાવળ મા આવી ને કહ્યું કે ડૉક્ટર તેમને તાત્કાલિક બોલાવે છે. સંભવ લગભગ દોડતો જ ડૉક્ટર ની ચેમ્બર મા પ્રવેશ્યો....ડૉક્ટર તેમના મોબાઈલ ઉપર કોઈક સાથે વાતો કરી રહ્યા હતા. સંભવ ને વાર્તાલાપ ઉપરથી એવું લાગ્યું કે ડૉક્ટર તેના વિશે જ વાત કરી રહ્યા હતા. બે મિનિટ પછી ડૉક્ટર ની વાતો પૂરી થઈ અને...."સંભવ ભાઈ, કદાચ God is with us..... એક દાતા મળ્યો છે....બ્રેઇન હેમરેજ ને લીધે તે વ્યક્તિ is brain dead, પણ તેના પિતા ની ઈચ્છા એવી છે કે જો તેના હ્રુદય નું કોઈક જરૂરિયાત વ્યક્તિ મા પ્રત્યારોપણ થાય તો એના થી વિશેષ કંઇ જ નથી....મેં જરૂરી બધી વિગતો મંગાવી લીધી છે. તે વ્યક્તિ બેંગલોર ની એપોલો હોસ્પિટલ મા છે....I have already spoken to Apollo authorities and also civil aviation authorities to transfer the heart without any hurdles" ડૉક્ટર ના અવાજ મા આજે જુસ્સા નો રણકો વર્તાતો હતો. અને એ સાંભળી ને સંભવ ના જીવ મા પણ જીવ આવ્યો. જરૂરી બધી જ ઔપચારિકતા થઈ ગઈ હતી. એવું નક્કી થયું હતું કે બેંગલોર થી વિમાન માર્ગે એપોલો હોસ્પિટલ ના પ્રતિનિધિ એક બોક્સ મા હૃદય લઈ ને આવશે અમદાવાદ વિમાન મથકે અને ત્યાં એક એમ્બ્યુલન્સ ઊભી જ હશે જે ગ્રીન કોરિડોર મારફત તે બોક્સ લઈ ને અમદાવાદ ની ક્રિષ્ના હોસ્પિટલ આવશે....ત્યાં ડૉક્ટર ની એક ટુકડી ઓપરેશન થિયેટર મા તૈયાર જ હશે અને જેવું આ બોક્સ ત્યાં પહોંચશે એટલે તુર્તજ હ્રુદય પ્રત્યારોપણ ની પ્રક્રિયા શરૂ થઈ જશે. અને જે રીતે નક્કી થયું હતું તે રીતે જ બધું સમુસુતરું પાર પડ્યું. પ્રણવી ઉપર હૃદય પ્રત્યારોપણ ની શસ્ત્રક્રિયા સફળતા પૂર્વક કરવામાં આવી. થોડા દિવસો આઈ.સી. યુ. મા રહ્યા પછી પ્રણવી ને હોસ્પિટલ મા થી રજા આપવામાં આવી અને એમ્બ્યુલન્સ મારફત તે વડોદરા પરત આવી.



બે - ત્રણ મહિના પસાર થયા. પ્રણવી હવે બિલકુલ સ્વસ્થ હતી. તે હવે હરી ફરી શકતી હતી. તેને ખબર પાડવામાં આવી હતી કે તેના ઉપર હ્રુદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. તે તથા સંભવ એ વ્યક્તિ અને તેના કુટુંબીજનો નો મનોમન પાડ માની રહ્યા હતા. એક દિવસ સાંજે સંભવ તેની ઓફિસ થી આવી ને "પ્રણવી, કાલે આપણે બપોર ની ફ્લાઇટ મા બેંગલોર જઈ રહ્યા છીએ....જે વ્યક્તિ નું હ્રુદય પ્રત્યારોપણ કર્યું છે તેના પિતા ને મળવા જવાનું છે.....આજે તું જીવતી છે તે એ વ્યક્તિ ને આભારી છે..." પ્રણવી પણ આ ઈચ્છતી હતી કે એક વાર તે એ વ્યક્તિ ના કુટુંબીજનો ને મળી ને આભાર વ્યક્ત કરે. 


બીજા દિવસે વડોદરા થી ફ્લાઇટ મારફત બેંગલોર પહોંચ્યા અને સીધા આપેલા સરનામે સંભવ, પ્રણવી અને વિવાન પહોંચ્યા. એક ફ્લેટ ના દરવાજે આવી ને ડોરબેલ વગાડી....અડધી મિનિટ પછી બારણું ઊઘડ્યું અને સમક્ષ એક સહેજે ૬૫-૭૦ વર્ષ ના વૃદ્ધ ઉભા હતા....સંભવ ને ઘર મા આવકાર આપ્યો. તેની પાછળ પાછળ પ્રણવી અને વિવાન પણ અંદર પ્રવેશ્યા. પ્રાથમિક સરભરા થઈ. ઘર મા એક નોકર હતો જે ઘર નું બધું કામ જોતો હતો. પેલા વૃદ્ધ એકલા જ હતા, જેમનું નામ રણછોડ ભાઈ હતું. સંભવ અને પ્રણવી રણછોડ ભાઈ ને પગે લાગ્યા......અને પ્રણવી એ બોલવાની શરૂઆત કરી..."દાદા, આપનો કયા શબ્દો મા આભાર માનું તે મને સમજાતું નથી....આ મારી હવે ની જિંદગી આપને આભારી છે...આ મારો વિવાન નાની ઉંમર મા તેની માં નો પ્રેમ ખોઈ બેઠો હોત જો આ ના થયું હોત...દાદા, હવે તો એ મહાન દાતા હયાત નથી પણ તેની જો તસ્વીર હોય તો તેની સમક્ષ હાથ જોડી ને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો છે" ...પ્રણવી ની આંખો વરસી રહી હતી. રણછોડ ભાઈ ઉભા થયા અને સંભવ અને પ્રણવી ને તેની પાછળ આવવાનો નિર્દેશ કર્યો....એક બીજા ઓરડા મા પ્રવેશી ને ત્યાં ની બત્તી ચાલુ કરી અને દિવાલ ઉપર જડેલી સુખડ ના હાર ચડાવેલી તસ્વીર તરફ આંગળી ચીંધી ને રણછોડ ભાઈ એ પ્રણવી સામે જોઈ ને કહ્યું...."આ છે મારો દીકરો" પ્રણવી ની નજર તસ્વીર ઉપર પડી અને..............જાણે તેના પગ નીચે થી ધરતી ખસી રહી હોય એવો ભાસ થયો....તેને તમ્મર આવતા આવતા રહી ગયા....વિસ્ફારિત નેત્રે તે તસ્વીર સમક્ષ જોઈ રહી......અશ્રુઓ ની ધારાઓ વેગ પકડી ને તેના ચહેરા ઉપર વહેવા લાગી....તેના અશ્રુઓ થી ઓરડા ની ફર્શ પણ ભીની થઇ ચુકી હતી......તે સુખડ ના હાર ની પાછળ પ્રહર્શ ની તસ્વીર હતી.....પ્રણવી ના હાથ હળવે હળવે નમસ્કાર ની મુદ્રા મા આવવા લાગ્યા.....હળવે હળવે તે તસ્વીર ની નજીક ગઈ....સજળ નેત્રે તસ્વીર ને તાકી રહી.....પ્રહર્શ નો સ્મિત ભર્યો ચહેરો તેને પણ તાકી રહ્યો હતો.....અને મનોમન પ્રણવી ના શબ્દો સર્યા....."પાશુ, તું સાચું જ કહેતો હતો.....તું મારા હૃદય મા ધબકી રહ્યો છે........તારો એક અંશ આજે મારી અંદર ધબકી રહ્યો છે..... આપણે એક રીતે ભેગા નહીં થઈ શક્યા પણ ઈશ્વરે બીજી રીતે આપણને ભેગા કરી દીધા......" અને પ્રણવી સડસડાટ તે ઓરડા ની બહાર નીકળી ગઈ.........કોઈક બીજી દુનિયા મા વિહરતો પ્રહર્શ પણ આજે ખુશ હતો.......જીવન નું શ્રેષ્ઠ દાન કર્યું હતું તેણે......


નિલાંગ

Saturday 17 October 2020

તબિયત છે તો બધુ છે

*"તબિયત છે તો બધુ છે"*

*મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી.*

આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું
પણ વ્યસ્તતાને કારણે કદાચ
હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને
જીવ ગુમાવ્યો એમ કહી શકાય...

જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા

જલેબી, સમોસા ફેવરિટ હતા અને
ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે
કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું

જેટલીજીની એવી ઈચ્છા હતી કે...
પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી
પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું.

આ કિસ્સાઓ પર થી
આપણે શું શિખવાનું ?

વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી
પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું

આ બધુ થવાના
મુખ્યત્વે બે કારણ કહી શકાય.

*[ ૧ ] વધુ પડતો શારીરિક આરામ* અને
*[ ૨ ] વધુ પડતો માનસિક થાક.*

બસ આ *બે બાબતો* થી
પોતાની જાતને બચાવી લેજો.

કોઈ પણ માટે ક્યારેય
ભૂખ્યા, તરસ્યા *કામ ના કરતાં..*

*પોતાના બાળકો માટે પણ નહીં.*

કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ
તમે આગળ જતા
બાળકોનું ધ્યાન રાખી શકશો અને
એના માથે *બોજ બનીને નહીં રહો*
(એ નફામાં..)

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને
*ભાગ્યમાં હશે એ મળી જ રહેશે*
એટ્લે *મહેનત જરૂર કરવાની*
પણ *ચિંતા હરગિજ નહીં* કરવાની.

જીવનમાં પદ, પૈસો, બધુજ અગત્યનું છે
પણ એ બધાથી પહેલા તમારું શરીર છે

એને સાચવશો તો
તમારું જીવન સાર્થક જ છે...

શરીરની સાથે સાથે
*મન* પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે
બધા ફસાદનું મૂળ તો
આ *માકડું મન* જ છે ને ?

*મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો*
*શરીર આપમેળે સુડોળ રહેશે જ*
અને
*મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે..*

શરીરનું મૃત્યુ થાય
ત્યારે સૌ રડે છે     પરંતુ
મનનું મૃત્યુ થાય
ત્યારે પોતાને જ રડવું પડે છે.

એના માટે
સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે.

વધુ પડતી અપેક્ષા કે
મોટા સપના ના રાખો
અને જે છે એમાં સંતુષ્ટ રહો તો.

કદાચ તમે આસમાનની ઊંચાઈ
ભલે ના મેળવી શકો પણ
સુખી સંસાર જરૂર મેળવી શકશો.

એક રાજા
પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે
એ જાણવા નીકળ્યો તો એને
એક વૃધ્ધ સૈનિક
ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો
તો એની પાસે જઇને પૂછ્યું કે
ઠંડી લાગે છે ?

તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ
વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી

તો રાજાએ કહ્યું કે કાલે તમારા માટે
ગરમ કપડાં મોકલી આપીશ
જેથી રાહત રહેશે.

રાજા આ વચન આપી ને
ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા.

6 દિવસ પછી પેલો સૈનિક
ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને
રાજાને એક પત્ર લખતો ગયો કે..
વર્ષોથી આ જ કપડાં માં
ફરજ નિભાવતા હતા અને
ઠંડી સહન કરી લેતા હતા પણ
તમે આવીને
ગરમ કપડાંની આશા આપતા ગયા અને
અમારું મન નબળું કરતાં ગયા અને
તમારા એ વાયદા એ
મારો જીવ લઈ લીધો.

જીવનમાં આશા, સપના અને અપેક્ષાનો
ઓવરડોઝ ક્યારેય ના થવા દેવો.

કોઈ પણ વ્યક્તિ કે વિચાર નો
સહારોના રાખવો.

સહારો હંમેશા
માણસને કમજોર જ બનાવે છે.

"ખુદ ગબ્બર " બનીને જીવો.

પોતાની તાકાત, પોતાની સહનશક્તિ,
પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો
તો ક્યારેય માંદગી નહીં આવે.

વર્તમાન આર્થિક તંગીમાં
અકળાઈ જવાને બદલે
આ સમય તમને
ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો.

દરેક પાસે *મોટી અને અમૂલ્ય સંપત્તિ*
જો કોઈ હોય તો એ
*સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે*

આ બંનેની જાળવણી
*તમે ખુદ જ કરી શકો છો...મારાં વ્હાલાં... !*
અન્ય કોઈ ચાહે તો પણ નહીં.

Friday 9 October 2020

ચારસો મીટર ની રેસ


ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...
પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....

ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ...
આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા,  મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા  ધક્કો મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."*

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."

જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત.."

આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
*હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "*

*સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...*
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાયે... આ જ પુણ્ય અને પાપ છે...
*આ જ ધર્મ છે...*

*આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....*

નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...

*જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે ...* કોઈ નો યશ ચોરી લેવો... કોઈ ની સફળતા પોતા ને નામ કરવી .. બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયા નો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે ...કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે ...
 
*આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...*
બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ .....

Thursday 3 September 2020

"બેટા, જો તો...આમાં.... !

દાદા- "આખો દિવસ મોબાઈલ...!!
         ફેસબુક ...કંટાળતો નથી? શુ દાટયું છે એમાં ?"

પૌત્ર- "દાદા, એક કામ કરો,
         તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો ..."

દાદા: "અરે એ બધાય મારી સાથે ત્રણ - ચાર
         ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું ...?"

પૌત્ર: “દાદાજી, ટ્રાય તો કરો....."

ને 88 વરસની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં
ખાતું ખુલ્યું...

અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ,
જીવણ પટેલ અને દિલુભા જાડેજાની ફ્રેન્ડઝ રિકવેસ્ટ આવી.....

રમણલાલ દાદાની આંખ ચમકી..
કહે...
"બેટા, જો તો...આમાં શારદા  સોની ને ઊર્મિલા નાયકની ભાળ મળે?..."

🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊

Saturday 22 August 2020

જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પૂરી કરો.

```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ?

```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ?

```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌનને તોડશે કોણ``` ?

```નાની નાની વાતોને દિલથી લગાવીશું તો પછી સંબંધ નિભાવશે કોણ``` ?

```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ?

```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ?

```યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ?

```એક અહ્મ મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહ્મને હરાવશે કોણ``` ?

```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ?

```આપણા બન્નેનાં ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ?

*એટલે જ*

```એકબીજાનું માન રાખો.```
```ભૂલોને ભૂલી જાવ.```
```ઈગો ને એવોઇડ કરો.```

```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પૂરી કરો.

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...